Skip to main content
Settings Settings for Dark

રાજ્યમાં 4 માસ સુધી અનાજના જથ્થામાં કોઇ ખોટ આવે તેમ નથી :અન્ન નાગરિક પુરવઠા સચિવ

Live TV

X
  • કોરોના કોવિડ-૧૯ વાયરસની પ્રવર્તમાન સ્થિતીમાં મુખ્યમંત્રીશ્રીનો મહત્વપૂર્ણ નિર્ણય ,સુપ્રિમ કોર્ટના દિશાનિર્દેશ મુજબ રાજ્યની જેલોમાં રહેલા ૧ર૦૦ જેટલા કેદીઓને 2 માસ માટે પેરોલ –ઇન્ટ્રીમ બેલ પર મુકત કરવામાં આવશે

    વિશ્વવ્યાપી કોરોના કોવિડ-૧૯ વાયરસના સંક્રમણને પ્રસરતું અટકાવવા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યની જેલોમાં રહેલા કેદીઓ માટે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. જેલના કેદીઓ અંગેના આ નિર્ણય સાથે રાજ્યમાં નાગરિકોને જીવન જરૂરી ચીવસ્તુઓ સરળતાએ મળી રહે તેવી વ્યવસ્થાઓ પણ સુનિશ્ચિત કરી છે. મુખ્યમંત્રીશ્રીના સચિવ શ્રી અશ્વિનીકુમારે મુખ્યમંત્રીશ્રીના આ નિર્ણયોની જાણકારી પ્રચાર માધ્યમો સમક્ષ આપી હતી. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, આ કોરોના કોવિડ-૧૯ વાયરસનું સંક્રમણ જેલોમાં રહેલા કેદીઓમાં ન થાય તે હેતુથી સુપ્રિમ કોર્ટે દિશાનિર્દેશો આપેલા છે. વિજયભાઇ રૂપાણીએ આ દિશાનિર્દેશ અનુસાર રાજ્યની જેલોમાં રહેલા પાકા કામના અને કાચા કામના મળીને કુલ ૧ર૦૦ જેટલા કેદીઓને બે માસ માટે મુકત કરવાની નિયમાનુસાર થતી જરૂરી કાર્યવાહી માટે ગૃહ વિભાગને સૂચનાઓ આપી છે. શ્રી અશ્વિનીકુમારે આ વિગતો આપતાં ઉમેર્યુ કે, જેલોમાં રહેલા પાકા કામના કેદીઓને પેરોલ તેમજ અન્ડર ટ્રાયલ કાચા કામના કેદીઓને ઇન્ટરીમ બેલ આપવામાં આવશે. આ કેદીઓને જેલમુકત કરતા પહેલાં તમામનું તબીબી પરિક્ષણ કરવામાં આવશે. એટલું જ નહિ, જો કોઇ કેદીમાં તાવ-શરદી કે અન્ય સંક્રમણ લક્ષણો જણાશે તો તેમને આઇસોલેટ કરાશે. કેદીઓને ઘરે મોકલવાની વ્યવસ્થા જેલ તંત્ર દ્વારા કરવામાં આવશે એમ પણ મુખ્યમંત્રીશ્રીના સચિવે ઉમેર્યુ હતું. 
     

    મુખ્યમંત્રીશ્રીના સચિવે કોરોના વાયરસ સામેના ફંડ તરીકે મુખ્યમંત્રી રાહતનિધિમાં ઉદાર હાથે ફાળો આપવાની શ્રી વિજયભાઇ રૂપાણીની અપિલને મળી રહેલા વ્યાપક પ્રતિસાદને આવકાર્યો હતો. તેમણે આ અંગે કહ્યું કે, અત્યાર સુધીમાં પપ૦૦ જેટલા લોકોએ કુલ રૂ. રપ કરોડનું દાન ભંડોળ આ નિધિમાં આપેલું છે. તેમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ રૂ. પ કરોડ, ક્રેડાઇ રૂ. પ કરોડ, મેઘા એન્જીનીયરીંગ રૂ. ૧ કરોડ, ગણેશ હાઉસીંગ કોર્પોરેશન રૂ. પ૧ લાખ, પોલીકેબ ઇન્ડીયા રૂ. પ૦ લાખ, થરાદ જૈન સંઘ રૂ. ૨૧ લાખ, આદર્શ એજ્યુકેશન ટ્રસ્ટ રૂ. ૧૧ લાખ ૧૧ હજાર, અસ્ટ્રાલ પોલિટેકનીક રૂ. ૧ર.પ૦ લાખ અને વલ્લભવિદ્યાનગર કો.ઓ. બેન્ક રૂ. પ લાખ મુખ્યત્વે છે એમ પણ શ્રી અશ્વિનીકુમારે કહ્યું હતું. 

    લોકડાઉનની આ સ્થિતીમાં રાજ્યના નાગરિકોને આવશ્યક ચીજવસ્તુઓનો પુરવઠો નિયમીત મળી રહે તેવી પૂરતી વ્યવસ્થાઓ મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શનમાં સુનિશ્ચિત કરવામાં આવી છે. આ અંગેની વિગતો આપતાં મુખ્યમંત્રીશ્રીના સચિવે કહ્યું કે, રાજ્યમાં રવિવારે સવારે ર૦પ.૮૯ લાખ લીટર દૂધની આવક અને ૪૪.૮૮ લાખ લીટર દૂધ પાઉચ વિતરણ થયું છે.રાજ્યની શાક બજારોમાં રવિવારે ૯૦૦૮૬ કવીન્ટલ શાકભાજીની આવક થઇ છે. તેમાં બટાટા-ર૮૧૪૪ કવીન્ટલ, ડુંગળી-ર૦૧૬૬ કવીન્ટલ, ટામેટા-૭૧૦પ કવીન્ટલ અને ૩૪૬૭૦ કવીન્ટલ અન્ય લીલા શાકભાજીનો આવરો થયો છે.  રાજ્યમાં રવિવારે ૧૧ હજાર કવીન્ટલ ફળો પૈકી પપ૪ કવીન્ટલ સફરજન, ૬૬ર કવીન્ટલ કેળાં અને ૯૮૭૩ કવીન્ટલ અન્ય ફળોની આવક રહી છે. મુખ્યમંત્રીશ્રીએ રાજ્યમાં વસવાટ કરતા નિરાધાર, નિ:સહાય અને એકલવાયું જીવન જીવતા વૃદ્ધોને તથા નિરાધાર વ્યકિતઓને પ્રવર્તમાન લોકડાઉનની સ્થિતીમાં સ્વૈચ્છિક સંગઠનો દ્વારા ભોજન આપવાની જે ટહેલ નાખી છે તેને પગલે સમગ્ર રાજ્યમાં અત્યાર સુધીમાં આવા પ લાખ ૩૯ હજાર ૧૯ ફૂડ પેકેટસનું જિલ્લા તંત્રવાહકોએ સેવા સંગઠનોના સહયોગથી વિતરણ કર્યુ છે. 
    શનિવારના એક જ દિવસમાં આઠ મહાનગરોમાં ૮ર૧ર૩ ફૂડપેકેટસ ૧ર૬ જેટલી સંસ્થાઓના સક્રિય સહકારથી વિતરણ થયા છે એમ પણ મુખ્યમંત્રીશ્રીના સચિવે ઉમેર્યુ હતું. 

    અશ્વિનીકુમારે રાજ્ય સરકારે શરૂ કરેલા સ્ટેટ કંટ્રોલરૂમના હેલ્પલાઇન ૧૦૭૦ નંબર ઉપર અત્યાર સુધીમાં ૯૦૮ કોલ્સ મદદ માટેના અને જિલ્લા કક્ષાના કંટ્રોલરૂમ હેલ્પ લાઇન ૧૦૭૭ને ૩૮૬૬ કોલ્સ મળ્યા છે તેની પણ વિગતો આપી હતી. લોકડાઉનની પ્રવર્તમાન સ્થિતીમાં નાગરિકોને ઘઉં-ચોખા જેવી વસ્તુઓનો પુરવઠો વિના વિઘ્ને મળી રહે તે માટે ૬ લાખ ૪પ હજર મે.ટન અનાજ એફ.સી.આઇ.ના ગોડાઉનમાં છે તેની વિગતો અન્ન-નાગરિક પુરવઠા સચિવ શ્રી મોહમદ શાહિદે આપી હતી. તેમણે કહ્યું કે, ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમના ગોડાઉનમાં વધારાનો ૧ લાખ મે.ટન અનાજનો જથ્થો પણ ઉપલબ્ધ છે જ. અન્ન નાગરિક પુરવઠા સચિવે ઉમેર્યુ કે, ર૦ હજાર મેટ્રિક ટન દાળ પણ નાફેડ પાસેથી ઉપલબ્ધ થાય તેની વ્યવસ્થા સુનિશ્ચિત કરી દેવામાં આવી છે.રાજ્યમાં ૧.૦૮ લાખ મે.ટન ઘઉં, પ૧ હજાર મે.ટન ચોખા, ૬પ૦૦ મે.ટન દાળ અને ૧૦ હજાર મે.ટન ખાંડનો જથ્થો પણ એપ્રિલ માસની જરૂરિયાત મુજબ વિતરણ માટે પુરતા પ્રમાણમાં છે તેમ શ્રી શાહિદે જણાવ્યું હતું. અન્ન નાગરિક પુરવઠા સચિવે એમ પણ કહ્યું કે, હાલની સ્થિતીએ જથ્થો જોતાં રાજ્યમાં ચાર માસ સુધી અનાજના જથ્થામાં કોઇ રૂકાવટ આવે તેમ નથી.   
     

    મુખ્યમંત્રીશ્રીના સચિવ દ્વારા નીચે પ્રમાણેની વિગત આપવામાં આવી 

        કોરોના સામે લડવાના ફંડ માટે મુખ્યમંત્રી રાહતનિધિમાં રૂ. રપ કરોડ દાન-ભંડોળ અત્યાર સુધી મળ્યું 
        દૂધ-શાકભાજી-ફળફળાદિની પૂરતી માત્રામાં આવક અને વિતરણ થાય છે 
        નિરાધાર-નિ:સહાય એકલવાયું જીવન જીવતા વૃદ્ધો-નિરાધાર વ્યકિતઓ-જરૂરતમંદ લોકો  માટે રાજ્યભરમાં પ લાખ ૩૯ હજાર ફૂડપેકેટસ વિતરણ થયું 
        ૮ મહાનગરોમાં એક જ દિવસમાં ૮ર૧ર૩ ફૂડપેકેટસ અપાયાં
        સ્ટેટ હેલ્પ લાઇન ૧૦૭૦ને ૯૦૮ જિલ્લા હેલ્પલાઇન ૧૦૭૭ને ૩૮૬૬ કોલ્સ મદદ માટે મળ્યા 
        નાગરિકો માટે ૬ લાખ ૪પ હજાર મે.ટન અનાજ જથ્થો FCI ગોડાઉનમાં ઉપલબ્ધ છે
        ર૦ હજાર મે.ટન દાળ નાફેડ પાસેથી મળે તે સુનિશ્ચિત કરી દેવાયું છે 
        હાલની સ્થિતીએ આગામી ૪ માસ સુધીનો પૂરતો અનાજનો જથ્થો ઉપલબ્ધ છે

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
apply