લોકડાઉનની સ્થિતિમાં ખેડૂતો માટે રાજ્ય સરકારની મહત્વની જાહેરાત
Live TV
-
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના ખેડુતો લોકડાઉનની પરિસ્થિતિમાં પોતાના રવિ પાકની લણણી કરી શકે તેવા ઉદ્દાત ભાવથી રાજ્ય સરકાર દ્વારા આવા ખેડુતોને કેટલીક છૂટછાટ આપવાની વ્યવસ્થા ગોઠવી છે.
રવિ પાકના ખેડુતોને પાક લણવાનો આ સમય છે, તેથી પાક કાપણી માટે હાર્વેસ્ટર, થ્રેસર, રીપર, સાધનોના માલિક, ડ્રાઈવર, મજૂરો વગેરેને આ હેતુસર અવરજવરની છૂટ રહેશે. પાકની કાપણી પછી કૃષિ પેદાશોને નુકસાન ન થાય તે માટે ખેતરથી ઘર કે પાક સંગ્રહ ગોડાઉન સુધી પાક લઈ જવાની છૂટ રહેશે.બાગાયત પાકો અને ઉનાળુ પાકના મર્યાદિત વિસ્તારોમાં પીયત અને પાક જાળવણી માટે જે તે ખેતરના ખેડુતોને અવરજવરની છૂટ રહેશે.પીયત માટે વીજ પુરવઠો થોડા દિવસ દિવસે અને થોડા દિવસ રાત્રે આપવા માં આવતો હોય છે. આથી રાત્રે પાવર હોય તે દિવસોમાં આવા મર્યાદિત ખેતરના ખેડુતોના રાત્રિ વીજળી પુરવઠાના દિવસો પૂરતાં રાત્રે ખેતરે જઈ આવી શકશે. ફળ અને શાકભાજીના ખેડુતોના ઉત્પન્નો જલ્દી નાશ પામતાં હોઈ તે પણ માર્કેટમાં નિર્ધારિત સમયે લઈ જવાની છૂટ રહેશે.
મુખ્યમંત્રી એ આ સિવાયના અન્ય ખેડૂતો પોતાના ઘરમાં જ રહીને લોકડાઉન નું પાલન કરી કોરોના ના સંક્રમણ થી બચે તેવી હાર્દભરી અપીલ પણ કરી છે.
