રાજયમાં કોરોના વાઇરસથી સંક્રમિત લોકોની સંખ્યા થઇ 73, કુલ 6 લોકોના થયા મોત
Live TV
-
આરોગ્ય વિભાગના અગ્રસચિવ રવિ જયંતિએ માહિતી આપતા જણાવ્યુ કે આજે રાજકોટમાં વધુ એક કેસ પોઝીટીવ આવ્યો છે. 28 વર્ષિય યુવકનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. જ્યારે રાજ્યમાં મૃત્યુઆંક કુલ 6 થયો છે. અત્યાર સુધી કોરોનાના 73 કેસ નોંધાયા છે. સમગ્ર ગુજરાતમાં 70 પોઝીટીવ દર્દીઓ સારવાર હેઠળ
છે. જ્યારે માત્ર 2 દર્દીઓની હાલત ગંભીર છે. જ્યારે 4 દર્દીઓ કે જેમાં 2 અમદાવાદ અને 2 સુરતના છે તેમને સાજા થતા ઘરે મોકલવામાં આવ્યા છે. 87 લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. રાજ્યમાં 1807 લોકો ક્વોરોન્ટાઈન હેઠળ છે. અત્યાર સુધી 1321 લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા. જ્યારે ક્વોરન્ટાઈનમાં
રહેતા લોકો માટે મુખ્યમંત્રીના હસ્તે 1100 નંબરની હેલ્પલાઈન નંબર શરૂ કરવામાં આવ્યો છે.
