Skip to main content
Settings Settings for Dark

કોરોના સંક્રમણ વચ્ચે GUJCET ની પરીક્ષા શરૂ, સુરક્ષાઓની તૈયારી કરાઈ

Live TV

X
  • આજથી કોરોના સંક્રમણ વચ્ચે ગુજકેટની પરીક્ષા શરુ થઇ છે. ત્યારે પરીક્ષા આપનારા વિદ્યાર્થીની સુરક્ષા અને સલામતી માટે રાજ્ય સરકાર દ્વારા ખાસ તૈયારીઓ કરવામાં આવી છે.

    ત્યારે આણંદમાં આવેલી ડી એન હાઇસ્કુલ કેમ્પસમાં પરીક્ષા શરુ થઇ તે પહેલા તમામ પરીક્ષાર્થીઓનું ટેમ્પરેચર થર્મલ ગનથી માપવાની સાથે ઓક્સીજન લેવલ તપાસવામાં આવ્યુ હતુ. તમામ વર્ગખંડને સેનીટાઈઝ કરવા આવ્યા હતા. ત્યારે વિદ્યાર્થીઓ આ પધ્ધતિથી ખુશ જોવા મળ્યા હતા.

    વડોદરા શહેરમાં 38 કેન્દ્રો પર ગુજકેટની પરીક્ષા લેવામાં આવી રહી છે. આજે વડોદરામાં ધોરણ 12માં ઉત્તીર્ણ થયેલા 7600 જેટલા વિધાર્થીઓ ગુજકેટની પરીક્ષા આપી રહ્યા છે. પ્રથમ પેપર ફિઝિક્સ અને કેમેસ્ટ્રીનું અને ત્યાર બાદ બાયોલોજી અને ત્યારબાદ ગણિતનું પેપર હશે.

    વિધાર્થીઓએ પોતાના જવાબ ઓએમઆર શીટમાં આપવાના રહેશે. વિદ્યાર્થીઓ પોતાના એડમિટ કાર્ડ, ઓરીજીનલ આધાર કાર્ડ, 2 ફોટા, પેન, પાણીની પારદર્શક બોટલ વિગેરે જરૂરી વસ્તુઓ લઈને પરીક્ષા સેન્ટર પર હાજર થયા હતા. વિદ્યાર્થીઓએ સેનેટાઇઝ થઈને માસ્ક પહેરીને પરીક્ષા ખંડમાં ગુજકેટની પરીક્ષા આપી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
apply