કોલકતામાં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024નો રોડ શૉ સફળતાપૂર્વક થયો સંપન્ન
Live TV
-
કોલકતામાં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024નો રોડ શૉ સફળતાપૂર્વક થયો સંપન્ન
વાઈબ્રન્ટ ગુજરાતની 10મી આવૃત્તિ માટે નવી દિલ્હીમાં યોજાયેલા કર્ટન રેઝર અને મુંબઈ, ચંદીગઢ અને જાપાનમાં સફળ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય રોડ શૉ બાદ, વાઈબ્રન્ટ ગુજરાત 2024ના પ્રતિનિધિમંડળે આજે કોલકાતા રોડ શૉનું સફળતાપૂર્વક સમાપન કર્યું હતું. ગુજરાત સરકારના મંત્રી હર્ષ સંઘવીએ આ રોડ શૉમાં ગુજરાત સરકારનું પ્રતિનિધિત્વ કર્યું હતું. આ પ્રસંગે ગુજરાત સરકારના અધિકારીઓ સહિત ઉદ્યોગ જગતની પ્રતિષ્ઠિત હસ્તીઓ ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કોલકાતામાં ઉદ્યોગ જગતના અગ્રણીઓ સાથે વાતચીત કરી અને તેમને ગુજરાતમાં રોકાણ માટે આમંત્રણ આપ્યું હતું. તેમણે જણાવ્યું કે, "વાઈબ્રન્ટ ગુજરાત બિઝનેસ નેટવર્કિંગ, નોલેજ એક્સચેન્જ અને વ્યૂહાત્મક ભાગીદારી માટે પ્રતિષ્ઠિત વૈશ્વિક મંચ તરીકે ઉભરી આવ્યું છે". ગુજરાતનું ઔદ્યોગિક માળખું, અનુકૂળ નીતિઓ અને ઉદ્યોગ-મૈત્રીપૂર્ણ અભિગમ પશ્ચિમ બંગાળ, ગુજરાત અને આપણા દેશ માટે ફાયદાકારક રહેશે."
