પાટણના શંખેશ્વરમાં અદ્યતન બસ સ્ટેશનનું ખાતમુહૂર્ત અને 15 નવી બસનું લોકાર્પણ કરાશે
Live TV
-
આવતીકાલે વાહનવ્યવહાર મંત્રી પાટણ જિલ્લાના શંખેશ્વર તાલુકાને વિશેષ ભેટ આપવા જઈ રહ્યા છે. શંખેશ્વર ખાતે અંદાજીત રૂ.2.57 કરોડના ખર્ચે નિર્માણ થનાર બસસ્ટેશનનું ખાતમુહૂર્ત વાહનવ્યવહાર રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના હસ્તે કરવામાં આવનાર છે. આ સાથે નવી 15 બસોનું પણ હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરાશે. 15 નવી બસોનું લોકાર્પણ કરવામાં આવશે જેને પરિણામે શંખેશ્વર તથા આસપાસના તમામ ગામડાઓ અને શહેરીજનોની સુવિધામાં વધારો થશે.
નવું તૈયાર થનાર શંખેશ્વર બસ સ્ટેશન અદ્યતન સુવિધાઓથી સજ્જ હશે. કુલ 4460 ચોરસ મીટર જમીન પર નિર્માણ થનાર આ બસ સ્ટેશન માટે અંદાજીત 2.57 કરોડ રૂપિયા ખર્ચ થશે. આ બસસ્ટેશનમાં કુલ 7 જેટલા પ્લેટફોર્મ હશે. નવું નિર્માણ પામનાર આ બસ સ્ટેશનમાં પેસેન્જર વેઈટીંગ એરીયા, કંટ્રોલ રૂમ, વોટર રૂમ, લેડીઝ રેસ્ટ રૂમ, ટોઈલેટ વીથ હેન્ડીકેપ ફેસીલીટી સહિતની નવીન સુવિધાઓ પ્રાપ્ત થશે.
