ખંભાતમાં હિંસા બાદ પરિસ્થિતિ નિયંત્રણમાં: મુખ્યમંત્રી વિજય રૂપાણી
Live TV
-
મુખ્યમંત્રી વિજય રૂપાણી એ ખંભાતની પરિસ્થિતી અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે આવી કોઈ ઘટના સાંખી લેવાશે નહીં અને રાજ્ય સરકાર આવી ઘટનાઓ ને મક્કમ હાથે ડામી દેવા કટિબધ્ધ છે. તેમણે ઉમેર્યું છે કે ભવિષ્ય માં આવી ઘટના ફરીથી બનતી રોકવા માટે ગૃહ વિભાગ અને પોલિસ તંત્ર ને આદેશ અપાયા છે.
આ દરમિયાન ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા એ કહ્યું છે કે ખંભાતમાં અશાંત ધારા નો ચુસ્ત અમલ કરશે. તેમણે ઉમેર્યું છે કે તોફાની તત્વો સામે સી.સી.ટી.વી.ના ફૂટેજના આધારે કડક કાર્યવાહી કરાશે અને કોઇપણ ચમરબંધીને નહી છોડાય. તેમણે માહિતી આપી છે કે અત્યાર સુધીમાં ચાર બનાવોમાં ગુના નોંધીને ૪૭ જેટલા તોફાની તત્વોની ધરપકડ પણ કરી દેવાઇ છે.
મહત્વનું છે કે આણંદ જિલ્લાના ખંભાત ખાતે છેલ્લા ત્રણ દિવસથી અજંપાભરી સ્થિતિ વચ્ચે આજે વહેલી સવારથી શાંતિથી લોકો પોતપોતાના કામ ધંધે લાગ્યા હતા...છેલ્લા ઘણા સમય થી ખંભાતમાં અસામાજિક તત્વો દ્વારા ખંભાતને બાનમાં લેવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો હતો..પરંતુ સરકારે ત્વરિતતા દાખવી DGPને તપાસનો દૌર હાથમાં લેતા હાલ ખંભાતમાં શાંતિનો માહોલ છે..
