Skip to main content
Settings Settings for Dark

ખેડૂતો આનંદો, 3 જુલાઈથી ખેતી માટે નર્મદા ડેમનું પાણી છોડાશે

Live TV

X
  • બજેટ રજૂ કરતા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કરી જાહેરાત

    ખેડૂતો માટે સરકારે બજેટ પહેલા મોટી જાહેરાત કરી છે..આજે નાયબ મુખ્યમંત્રીએ ખેડૂતોના હિતમાં મોટી જાહેરાત કરતા કહ્યું કે નર્મદા કેનાલનું પાણી રથયાત્રાના દિવસથી ખેડૂતો માટે છોડવામાં આવશે...આ જાહેરાતથી નર્મદા વિસ્તારના કમાન્ડમાં આવતા ખેડૂતોને મોટો લાભ મળશે..નાયબ મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યુ હતુ કે સરદાર સરોવર ડેમમાં અત્યારે લગભગ 119 મીટર કરતા વધુ પાણી આવ્યું છે. ગુજરાતમાં જુદા જુદા સ્થળોએ છૂટો છવાયો વરસાદ થયો છે. ખેડૂતોની વાવણીની સીઝન ચાલુ થઈ છે. તેથી જે વિસ્તારોમાં વરસાદ હજી બરાબર વરસ્યો નથી ત્યાં બાકીના વિસ્તારમાં ખેડૂતો વરસાદની રાહ જોઈ રહ્યા છે. તેથી ખેડૂતોની લાગણી અને માંગણીને ધ્યાનમાં રાખીને રથયાત્રા એટલે કે અષાઢી બીજના દિવસે નર્મદા બંધના દરવાજા ખોલી દેવાશે અને કેનાલમાં પાણી વહાવવાની શરૂઆત કરવામાં આવશે. તબક્કાવાર જ્યાં જ્યાં ખેડૂતોને વાવણી માટે તથા વાવેતર માટે જ્યા પાણીની જરૂર છે, ત્યાં પાણી પહોંચાડાશે. પહેલા મુખ્ય કેનાલમાં પાણી વહાવવામાં આવશે. બાદમાં બ્રાન્ચ કેન્લમાં પાણી લઈ જવાશે. પછી ખેડૂતોના ખેતર સુધી પાણી જશે.નર્મદા ડેમમાં પાણીની સપાટી વધતા સરકારે ખેડૂતોના હિતમાં આ નિર્ણય લીધો છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
apply