Skip to main content
Settings Settings for Dark

ગઈ કાલે રાજ્યમાં કોરોનાના 410 નવા કેસ નોંધાયા, એકનું મોત

Live TV

X
  • જ્યારે 704 દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા અને કોરોનાના કારણે એક વ્યક્તિનું મૃત્યુ થયું છે.

    રાજ્ય સરકાર દ્વારા લેવાઈ રહેલા અસરકારક પગલાને કારણે કોરોનાના કેસમાં ઘટાડો થઈ રહ્યો છે. રાજ્યમાં રવિવારે કોરોનાના નવા 410 કેસ નોંધાયા છે. જ્યારે 704 દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા અને કોરોનાના કારણે એક વ્યક્તિનું મૃત્યુ થયું છે.

    રાજ્યમાં રવિવારે નોંધાયેલા કોરોનાના કેસની વાત કરીએ તો, અમદાવાદમાં 92, સુરતમાં 85, વડોદરામાં 86, રાજકોટમાં 59, જૂનાગઢમાં 11, મહેસાણામાં 6, ગાંધીનગરમાં 9, ભાવનગરમાં 2 કેસ નોંધાયા છે. જ્યારે બનાસકાંઠા, પાટણ અને તાપીમાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી. આ સાથે રાજ્યમાં કોરોનાનો રિકવરી રેટ 96.51 ટકા થયો છે.

    દરમિયાન, સમગ્ર દેશમાં કોરોનાનું રસીકરણ ઉત્સાહભેર ચાલી રહ્યું છે, અને કોરોનાને અંકુશમાં લેવાની પરિણામલક્ષી કામગીરી પણ ચાલી રહી છે. છેલ્લાં 24 કલાકમાં દેશમાં કોરોનાના 13 હજાર 203 નવા કેસ નોંધાયા હતા. તો સામે 13 હજાર 298 દર્દીઓ સાજા પણ થયા છે. આ  સાથે જ દેશનો રિકવરી રેટ 96.83 ટકા થયો છે. તે દરમિયાન કોરાને વધુ 131  લોકોનો ભોગ લીધો હતો.  

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
apply