ગણદેવીના માછીમારો અબુધાબીમાં કફોડી હાલતમાં
Live TV
-
સાંસદ સી આર પાટીલને મદદનો પોકાર
ગણદેવી તાલુકાના મેંધર ભાટ ગામેથી ૭ મહિના અગાઉ અખાતી દેશ અબુધાબીમાં માછીમારી માટે ગયેલા પાંચ ખલાસીઓ કફોડી હાલતમાં મુકાય ગયા છે. બોટ માલિકે મહેનતાણું તો ન ચૂકવ્યું પણ સાથે સાથે સ્વદેશ પાછા ફરતા અટકાવતા તેઓ ભૂખ્યા પ્યાસા દયનીય સ્થિતિમાં મુકાઇ ગયા છે. તેમના પરિવારજનો એ તેમને છોડાવવા સાંસદ સી.આર.પાટીલ ને ટહેલ નાખી છે.
અબુધાબી ના દૂર દરિયામાં આ ખલાસીઓ માછલી પકડવાના પાંજરા નાખી વિપુલ પ્રમાણમાં માછીમારી કરતા હતા. તેઓએ બે ફિશીંગ ટ્રીપ સફળતા પૂર્વક પાર પાડી લાખો દિરહામ ની કમાણી કરી આપી હતી.તેમ છતાં બોટ માલિકે યેનકેન પ્રકારે મહેનતાણું કે તેમનો હિસ્સો ચૂકવ્યો ન હતો.દેવું કરીને અબુધાબીની સફર બાદ મહેનતાણું ન મળતા તેઓ કફોડી હાલત માં મુકાયા હતા. તેમજ ઘર પરિવાર માટે પણ પૈસા ન મોકલી શકાતા તેઓ ના પરિવાર ની હાલત પણ દયનીય બની ગઈ હતી. સાથે જ સ્વદેશ પરત ફરવાની મંજૂરી પણ આપવામાં આવતી નથી.જો કે સ્થાનિક પોલીસમાં અરજ કરતા પોલીસે પાસપોર્ટ અપાવ્યા હતા. પરંતુ ફ્લાઇટ પકડવા એરપોર્ટ પહોંચ્યા ત્યાં તો બોટ માલિકે તેમની ઉપર કેસ કરી દેતા એરપોર્ટે કલિયરન્સ ના અભાવે સ્વદેશ આવી ન શક્યા. જેની જાણ પરિવારજનોને થતા મેંધર ભાટ ગામના અગ્રણી ઠાકોર ટંડેલ, તાલુકા પંચાયત સભ્ય મથુરભાઈ ટંડેલ અને પાંચેય ખલાસીઓના પરિવારજનોએ સાંસદ સી.આર. પાટીલ ની મુલાકાત લઈ સમગ્ર ઘટના ની જાણ કરી હતી. જે બાદ સાંસદ એ ભારત સરકાર ના વિદેશ મંત્રાલય નો સંપર્ક સાધી પાંચેય ખલાસીઓ ને સ્વદેશ પરત લાવવાનો દિલાસો આપ્યો હતો.
