ભાવનગર: નકલી ચલણી નોટ છાપતા ઈસમો ઝડપાયા
Live TV
-
દેશમાં અર્થ તંત્રને નબળુ પાડવા કેટલાક ઇસમો બનાવટી ચલણી નોટ છાપી બજારમાં ઘુસાડવા પ્રયત્ન કરે છે. ભાવનગર જિલ્લા પોલીસ વડાની સુચનાથી SOGની ટીમે વિવિધ ટીમ બનાવી તપાસ શરૂ કરી હતી. જેમાં ભાવનગરના કુમુદ વાડીમાં આશીષ રત્ન કોમ્પલેક્ષ ખાતે ઉમા સેલ્સ એજન્સીના જીજ્ઞેશભાઇ વ્રજલાલ ધીંગાણી ઝડપાયા હતા. પોલીસે તેની પાસેથી 2000, 500, 200 અને 100ના દરની નોટ મળી 56 હજાર 700 ડુપ્લીકેટ રૂપિયા તેમજ સ્કેનર- પ્રિન્ટર સહીત 17 હજાર 320 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરાયો હતો. પીઆઇ એસ.એન.બારોટ , પીએસઆઇ એચ. એસ. ત્રિવેદી અને આ ઓપરેશન પાર પાડી ઇસમને ઝડપી કાયદેસરની કાર્યવાહી કરી છે.
