Skip to main content
Settings Settings for Dark

ગણપતિ વિસર્જન દરમિયાન સાવકુંડલામાં 10 હજાર દીપકની મહાઆરતી કરવામાં આવી

Live TV

X
  • ગણપતિ વિસર્જન દરમિયાન સાવરકુંડલા ખાતે સદભાવના ગ્રુપે મહાઆરતીનું કર્યું આયોજન

    17 સપ્ટેમ્બરના રોજ દેશમાં ગણેશ વિસર્જનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ત્યારે દેશના તમામ ખૂણે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરીને ગણતપતિ બાપ્પાનું વિસર્જન કરવામાં આવ્યું હતું. દરેક રાજ્યોમાં વિવિધ સંગઠન અને જૂથએ ભાવિ ભક્તો માટે સેવા કેન્દ્ર પણ આ ગણપતિ મહોત્સવના દિવસો દરમિયાન આયોજિત કર્યા હતાં. ત્યારે આ તમામ જૂથ અને સંગઠન દ્વારા ગણેશ વિસર્જન દરમિયાન ખડેપગે ભાવિ ભક્તો માટે ભોજનના ભંડારા ખુલ્લા મૂકવામાં આવ્યા હતાં.  

    સદભાવના ગ્રુપ દ્વારા 10 હજાર દિવાઓની મહા આરતી યોજવામાં આવી

    તો અમરેલી જિલ્લામાં ગણપતિ વિસર્જન દરમિયાન સાવરકુંડલા ખાતે સદભાવના ગ્રુપ દ્વારા 10 હજાર દિવાઓની મહાઆરતી યોજવામાં આવી હતી. બ્રાહ્મણો દ્વારા શ્લોક અને જાપ દ્વારા સંત શિરોમણી સંતોના સાનિધ્યમાં ભવ્ય મહાઆરતી યોજાઈ હતી. ગણપતિ દાદાને વિદાઈ આપવા માટે વિસર્જનના છેલ્લા દિવસે ગણેશ ભક્તોમાં ભારે ભીડ ઉમટી હતી. આ તકે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના જન્મદિવસનો અવસર હોવાથી બ્રાહ્મણો દ્વારા પ્રધાનમંત્રી મોદીના દીર્ઘાયુ માટે વેદ ઘોષનું ઉચ્ચારણ સંગાથે કરીને ગણપતિ વિસર્જનમાં સદભાવના ગ્રુપ દ્વારા ભવ્ય આતિષબાજી સાથે ફૂલોની વર્ષાઓ કરવામાં આવી હતી. સંત શિરોમણી પૂજ્ય ઉશામૈયાના આશીર્વાદ સાથે ગણપતિ દાદાની ભવ્ય મહા આરતીમાં 10 હજાર દિવાઓ સાથે વિશાળ સંખ્યામાં ગણેશ ભક્તો ઉમટી પડ્યા હતા. અને રાત્રિના નાસિક ઢોલ સાથે ગણપતિ વિસર્જન યાત્રા શહેરના રાજમાર્ગો પર નીકળી હતી. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
apply