ગાંધીનગરમાં રિ-ઈન્વેસ્ટ સમીટનો ત્રીજો અને છેલ્લો દિવસ, આ ક્ષેત્રે ભારતભરમાં ગુજરાત અગ્રસ્થાને
Live TV
-
ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે રી-ઇનવેસ્ટ 2024 સમિટનું સમાપન સમારંભ યોજાયો હતો. આ કાર્યક્રમમાં જરાતના રાજયપાલ આચાર્ય દેવવ્રતે પર્યાવરણને બચાવવા પુન: પ્રાપ્ય ઉર્જા વપરાશ પર ભાર મૂકતા આ પ્રકારના ઇનોવેશન કરનારા સંશોધકોને અભિનંદન પાઠવ્યા હતા.
ગુજરાત પુનઃપ્રાપ્ય ઉર્જા ક્ષેત્રે ઝડપથી પ્રગતિ કરી રહ્યું છે. ગુજરાત રાજ્ય સોલાર રૂફટોપ ઇન્સ્ટોલેશનમાં પણ દેશમાં અગ્રેસર છે." મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ જણાવ્યું હતું કે આ સમિટના કારણે ઇનવેસ્ટ, ઇનોવેશનના ક્ષેત્રમાં રાજયને ઘણી સફળતા પ્રાપ્ત થઈ છે. અને સમિટ દ્વારા રાજયમાં 9 હજાર 460 મેગાવોટના પંપ હાઇડ્રો પ્રોજેક્ટ માટે 59 હજાર કરોડના એમઓઓયુ થાય છે. આમ, ગુજરાત ન માત્ર રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે ભારતભરમાં અગ્ર સ્થાને છે પરંતુ ઉજ્જવળ અને ટકાઉ ભવિષ્ય તરફ પણ ગતિ કરી રહ્યું છે. ગુજરાતના આ પ્રયાસો ભારતની પુનઃપ્રાપ્ય ઉર્જા ક્રાંતિનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.
