Skip to main content
Settings Settings for Dark

ગાંધીનગરઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વૈશ્વિક આયુષ રોકાણ અને આવિષ્કાર સંમેલનનું ઉદ્ઘાટન કરશે

Live TV

X
  • આજે સવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આયોજીત કાર્યક્રમમાં હાજરી આપશે.

    આજે સવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આયોજીત કાર્યક્રમમાં હાજરી આપશે. ગાંધીનગર ખાતે આવેલા મહત્મા મંદિરમાં વૈશ્વિક આયુષ રોકાણ અને આવિષ્કાર સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. આ સંમેલનનું ઉદ્ઘાટન આજે સવારે 10:30 કલાકે પ્રધાનમંત્રી મોદી દ્વારા કરવામાં આવશે. આ પ્રસંગે મોરેશિયસના પ્રધાનમંત્રી પ્રવિંદ જુગનાથ અને WHOના મહાનિદેશક પણ ઉપસ્થિત રહેશે. ત્રણ દિવસ સુધી ચાલનારા આ સંમેલનમાં 5 પૂર્ણ સત્રો, 8 ગોળમેજી સંવાદ, 6 વર્કશોપ અને 2 સિમ્પોઝિયમનું આયોજન કરવામાં આવશે. 

    આ સંમેનલમાં લગભગ 90 ખ્યાતનામ વક્તાઓ અને 100 જેટલા પ્રદર્શકો ભાગ લેશે. આ સંમેલનથી રોકાણની સંભાવનાઓ ઉજાગર કરવામાં મદદ મળશે અને આવિષ્કાર, સંશોધન અને વિકાસને તેમજ સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ અને સુખાકારી ઉદ્યોગને વેગ મળી શકશે. આ સંમેલનથી ઉદ્યોગજગતના અગ્રણીઓ, શિક્ષણવિદો અને વિદ્વાનોને એકમંચ પર એકઠા કરી શકાશે અને ભવિષ્યના સહયોગ માટેના મંચ તરીકે પણ તે કામ કરશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
apply