ગાંધીનગરઃ મુખ્યમંત્રીના હસ્તે રાજ્ય સરકારના વિવિધ વિભાગમાં પસંદગી પામેલા ઉમેદવારોને નિમણૂક પત્ર કરાયા એનાયત
Live TV
-
ગાંધીનગરઃ મુખ્યમંત્રીના હસ્તે રાજ્ય સરકારના વિવિધ વિભાગમાં પસંદગી પામેલા ઉમેદવારોને નિમણૂક પત્ર કરાયા એનાયત
રાજ્ય સરકારના વિવિધ વિભાગમાં પસંદગી પામેલા કુલ 1 હજાર 990 ઉમેદવારોને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે નિમણૂક પત્ર એનાયત કરવામાં આવ્યા. ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે કાર્યક્રમનું આયોજન કરાયું છે. ઉમેદવારોમાં GPSCના કુલ 104, સંશોધન અધિકારી વર્ગ-2 ના 35 બાળ યોજના વિકાસ અધિકારી વર્ગ-2ના 69 ગુજરાતી સ્ટેનોગ્રાફર અને અંગત મદદનીશ ગ્રેડ-2, વર્ગ-3ના 134, વર્ક આસિસ્ટન્ટ વર્ગ-3ના 771 સહિત,, કુલ 1 હજાર 990 ઉમેદવારોને નિમણૂંક પત્ર એનાયત કરવામાં આવ્યા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ પ્રસંગે એક સંદેશ પાઠવીને પસંદગી પામેલા યુવાઓને અભિનંદન પાઠવ્યા હતા.
