Skip to main content
Settings Settings for Dark

ગુજરાતમાં બોર્ડની પરીક્ષા માટેની શિક્ષણ બોર્ડ દ્રારા પરીક્ષા લક્ષી તમામ તૈયારીઓ પૂર્ણ

Live TV

X
  • ગુજરાતમાં બોર્ડની પરીક્ષા માટેની શિક્ષણ બોર્ડ દ્રારા પરીક્ષા લક્ષી તમામ તૈયારીઓ પૂર્ણ

    રાજ્યના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્રારા આગામી 11 માર્ચ થી બોર્ડની પરીક્ષાનો આરંભ થઈ રહ્યો છે. ત્યારે બોર્ડની પરીક્ષાની લઈને શિક્ષણ બોર્ડ દ્રારા પરીક્ષા લક્ષી તમામ તૈયારીઓ પરિપૂર્ણ કરી દીધી છે. જો કે આ વર્ષે ધોરણ 10 અને 12 ના મળીને કુલ 15 લાખ 39 હજાર 239 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. જેમાં 4236 દિવ્યાંગ વિદ્યાર્થીઓ પણ પરીક્ષા આપવાના છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં  4 લાખ 89 હજાર 279 વિધાર્થીઓ પરીક્ષા આપશે. તો બીજી તરફ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં કુલ 1 લાખ 32 હજાર 073 વિધાર્થીઓ પરીક્ષા આપશે.

    રાજ્યના શિક્ષણ બોર્ડ દ્રારા ધોરણ 10 અને 12 ની પરીક્ષા કુલ 1121 ઝોન અને 5378 બિલ્ડિંગ ના 54 હજાર 294 બ્લોક પરથી પરીક્ષા નું આયોજન કરવામાં આવ્યું છે. આ સિવાય પરીક્ષા દરમિયાન તમામ કેન્દ્રો સહિત વર્ગખંડ ને સીસીટીવી કેમેરાથી સજ્જ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત પરીક્ષામાં ગેરરીતિના કિસ્સાને રોકવા માટે કુલ  80 જેટલી સ્ક્વોર્ડની ટીમ અને 10 જેટલી ફ્લાઈગ સ્ક્વોર્ડની ટીમ તૈનાત કરાઈ છે.

    આગમી 11 મી માર્ચ થી શરૂ થનારી બોર્ડની પરીક્ષા માટે શિક્ષણ વિભાગે કુલ 60 હજાર જેટલા શિક્ષકોને જવાબદારી સોંપી છે. આ તમામ શિક્ષકો પરીક્ષા દરમિયાન વર્ગખંડમાં નિરીક્ષક તરીકે ની ભૂમિકા અદા કરશે. આ પરીક્ષા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે  બોર્ડના સભ્યોની ટીમ સહિત તમામ જિલ્લામાં રહેલ કલેકટર કચેરીના વર્ગ 1 અને 2 ના કર્મચારીઓને પર સ્ક્વોર્ડ તરીકે ની જવાબદારી સોપાઈ છે. શિક્ષણ બોર્ડે પરીક્ષા પહેલા વિદ્યાર્થીઓ સૂચના આપી છે કે કોઈ વિદ્યાર્થીઓ પરીક્ષા કેન્દ્ર પર મોબાઈલ લઈને આવશે નહિ. આ સિવાય કોઈ પણ કોપી કેસ કરવાનો પ્રયાસ કરશે  નહીં, કોઈ વિદ્યાર્થી ગેરરીતી કરતા પકડાશે તો તે વિદ્યાર્થી વિરુદ્ધ સખત કાર્યવાહી કરવામાં આવશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
apply