દાંતા થી પાલનપુર હાઇવે વચ્ચે બની અકસ્માતની ઘટના, 2 લોકોના મોત
Live TV
-
દાંતા થી પાલનપુર હાઇવે વચ્ચે બની અકસ્માતની ઘટના, 2 લોકોના મોત
પાલનપુર હાઈવે પર એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. દાંતા થી પાલનપુર હાઇવે વચ્ચે આ અકસ્માત સર્જાયો છે. હાલમાં મળતી માહિતી અનુસાર બે લોકોના ઘટના સ્થળે મોત નિપજ્યા છે.
દાંતા ના તોરણીયા ગામનાં લોકો જીપમાં બેસીને પાલનપુર તરફ જતા હતા. ત્યારે પાલનપુર હાઈવે પર આ ઘટના બની હતી. અંધારીયા અને મુમનવાસ વચ્ચે આ અકસ્માતની ઘટના બની હતી. ગાડીનું ટાયર ફાટવાથી ગાડી ડિવાઇડર પર ચઢીને પલટી ગઈ હતી. જેમાં ઘટના સ્થળે બે લોકોના મોત અને 10 થી વધુ લોકો ઘાયલ થયા હોવાની માહિતી મળી હતી. 108 દ્વારા ઘાયલોને પાલનપુર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
