ગાંધીનગરને આજે નવા મહિલા મેયર મળશે
Live TV
-
ગાંધીનગર મહાનગરપાલિકાની આજે સામાન્ય સભા મળવાની છે. આ સભામાં શહેરને નવા મહિલા મેયર મળવાની સાથે ડેપ્યુટી મેયર અને સ્થાયી સમિતિના ચેરમેન પણ મળશે.
આમ તો ગાંધીનગરને નવા મહિલા મેયર એપ્રિલ મહિનામાં જ મળી જવાના હતા પરંતુ લોકસભાની ચૂંટણી અને ત્યારબાદ નવી સરકારની શપથવિધિના કારણે નવા મહિલા મેયર મળવામાં બે મહિના જેટલો લાંબો સમય વીતી ગયો છે. ગત 10 જૂનના રોજ સામાન્ય સભામાં નવા મહિલા મેયર નક્કી થવાના હતા પરંતુ કેન્દ્રીય ગૃહ મંત્રી અને ગાંધીનગરના સાંસદ અમિત શાહ વ્યસ્ત હોવાથી નામો નક્કી થઈ શક્યા ન હતા અને તેને કારણે સામાન્ય સભા મુલતવી રાખવામાં આવી હતી. હવે આજે ગાંધીનગર મહાનગરપાલિકાની સામાન્ય સભામાં નવા મહિલા મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને ડેપ્યુટી મેયરની નિમણૂક થવાની છે. આજે સવારે 11.30 કલાકે ભાજપ દ્વારા સામાન્ય સભામાં મેન્ડેટ આપવામાં આવશે અને તેના આધારે નવા મેયર અને પદાધિકારીઓની નિમણૂક ઉપર મતદાન પ્રક્રિયા હાથ ધરાશે.
