ભૂજના સ્મૃતિવન ભૂકંપ સ્મારકને વિશ્વના સૌથી સુંદર 7 મ્યુઝિયમમાં સ્થાન
Live TV
-
UNESCO (યુનેસ્કો) ખાતે પ્રતિ વર્ષ જાહેર કરવામાં આવતા આર્કિટેક્ચર અને ડિઝાઈન ક્ષેત્રના પ્રતિષ્ઠિત પ્રિક્સ વર્સેઇલ્સ એવોર્ડ અંતર્ગત ભૂજના સ્મૃતિવન ભૂકંપ મેમોરિયલ મ્યુઝિયમને વિશ્વના 7 સૌથી સુંદર મ્યુઝિયમ્સની યાદીમાં સ્થાન મળ્યું છે.
સ્મૃતિવન ભૂકંપ સ્મારક અને સંગ્રહાલય ગુજરાતના કચ્છ જિલ્લાના ભૂજમાં ભુજિયા ડુંગર પર આવેલું છે. 2001માં ગુજરાત ધરતીકંપના પીડિતોને આ સ્મારક સમર્પિત કરાયું છે. આ મ્યુઝિયમમાં અલગ-અલગ વિષયો આધારિત સાત પ્રદર્શન વિભાગો આવેલા છે. ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 28 ઓગષ્ટ 2022ના રોજ આ સ્મૃતિવનનું ઉદ્ધાટન કર્યુ હતું. ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા 2004માં 2001ના ગુજરાત ધરતીભૂકંપના પીડિતોને સમર્પિત અને કચ્છના લોકો માટે સ્મૃતિઉદ્યાન બનાવવાનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો. વાસ્તુ-શિલ્પ કન્સલ્ટન્ટ્સ દ્વારા આ સ્મૃતિવનની રચના કરવામાં આવી છે. આ સ્મૃતિવન 470 એકરના વિસ્તારમાં ફેલાયેલું છે. જેમાં 13 હજારથી વધુ વૃક્ષો છે. જે ભૂકંપ પીડિતને સમર્પિત કરવામાં આવ્યા છે. અહીં 50 ચેકડેમ, એક સૂર્યાસ્ત દર્શન કેન્દ્ર, 8 કિમી લાંબા માર્ગો, 1.2 કિમી અંતરના આંતરિક રસ્તાઓ, 1 મેગાવોટનો સોલાર પાવર પ્લાન્ટ ઉપરાંત 3 હજાર લોકોના વાહનો માટેનું પાર્કિંગ સ્થળ જેવી સુવિધાઓ છે.
