ગાંધીનગરમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં ગરિમા પ્રોજેક્ટનો શુભારંભ કરવામાં આવ્યો
Live TV
-
ગાંધીનગરમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં ગરિમા પ્રોજેક્ટનો શુભારંભ કરવામાં આવ્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ પંડિત દિનદયાળ એનર્જી યુનિવર્સિટી ખાતે કરવામાં આવ્યો હતો. આ પ્રોજેક્ટ રાજ્યમાં મહિલાઓ અને સિનિયર સિટીઝન ગરિમાપૂર્વક સુરક્ષિત જીવન જીવી શકે તે હેતુથી ગુજરાત પોલીસની અનોખી પહેલ છે. કાર્યક્રમ દરમિયાન ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીએ ગુજરાતની સુરક્ષા માટે પોલીસ વિભાગની કામગીરીને પણ બિરદાવી હતી.
