Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી 10 ઓક્ટોબરે ભરુચમાં રુ. 8000 કરોડથી વધુના પ્રોજેક્ટનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે

Live TV

X
  • પ્રધાનમંત્રીના પ્રવાસનો બીજો દિવસ એટલે 10 ઓક્ટોબરે સવારે 11 કલાકે ભરુચના આમોદમાં રુપિયા 8000 કરોડથી વધુના પ્રોજેક્ટનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે. ફાર્માસ્યુટિકલ ક્ષેત્રે ભારતને આત્મનિર્ભર બનાવવાના બીજા એક પગલામાં, પ્રધાનમંત્રી જંબુસર ખાતે બલ્ક ડ્રગ પાર્કનો પણ શિલાન્યાસ કરશે. ત્યારબાદ પ્રધાનમંત્રી મોદી શૈક્ષણિક સંકુલના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન કરશે. જે જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ માટેના શૈક્ષણિક સંકુલ છે. આ પ્રોજેક્ટ વિદ્યાર્થીઓને સર્વગ્રાહી વિકાસ માટે સુવિધાઓ પ્રદાન કરવામાં મદદરૂપ થશે. 

    પ્રધાનમંત્રી બહુવિધ ઔદ્યોગિક ઉદ્યાનોના વિકાસ માટે ભૂમિપૂજન કરશે. જેમાં વાલિયા, અમીરગઢ, ચકલીયા અને વનારમાં 4 આદિવાસી ઔદ્યોગિક ઉદ્યાનોનો સમાવેશ થાય છે. બનાસકાંઠાના મુડેથા ખાતે એગ્રો ફૂડ પાર્ક, વલસાડનું કાકવાડી દાંતી ખાતે સી ફૂડ પાર્ક અને મહિસાગરનું ખાંડીવાવ ખાતે MSME પાર્કનો સમાવેશ થાય છે. આ કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી ઘણા પ્રોજેક્ટને સમર્પિત કરશે જે રસાયણ ક્ષેત્રને પ્રોત્સાહન આપશે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
apply