ગાંધીનગર ખાતે મળી કેબિનેટની બેઠકમાં વિવિધ મુદ્દે કરાઈ વિસ્તૃત ચર્ચા
Live TV
-
બેઠકમાં આર્થિક રીતે નબળા લોકોને નોકરી અને શિક્ષણમાં 10 ટકા અનામત આપવાને લઇને કરાઈ વિસ્તૃત ચર્ચા
ગાંધીનગર ખાતે મળેલી કેબિનેટની બેઠકમાં આર્થિક રીતે નબળા લોકોને નોકરી અને શિક્ષણમાં 10 ટકા અનામત આપવાને લઇને વિસ્તૃત ચર્ચા કરાઈ હતી. જેમાં કેન્દ્ર સરકારના જે ધોરણો નક્કી કરાયા છે. તે જ ધોરણો રાજ્યમાં કેટલો અમલ કરવો તે અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ સિવાયના ધોરણો નક્કી કરવા માટે પણ ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં 10 ટકા અનામતમાં 8 લાખ રૂપિયા સુધીની આવક મર્યાદા નક્કી કરવામાં આવી છે. આ અંગે પત્રકારો સાથે વાતચીત કરતાં નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલે જણાવ્યું હતું કે, સરકારી નોકરી તેમજ શૈક્ષણિક સંસ્થાઓમાં આ અનામત લાગુ કરાશે.10 ટકા અનામતને લઈ રાજ્ય સરકાર દ્વારા જે ધોરણોમાં ફેરફાર કરાયા છે તેની પણ માહિતી નાયબ મુખ્યમંત્રીએ આપી હતી.
