ગાંધીનગર ખાતે 15માં ફાયનાન્સ કમિશનની બેઠક યોજાઇ
Live TV
-
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ 15માં ફાયનાન્સ કમિશનના અધ્યક્ષ એન. કે. સિંધ અને સભ્યો સાથે મહાત્મા મંદીરમાં બેઠક યોજી હતી. જેમાં ગુજરાતના નાણા વ્યવસ્થાપન અને વિકાસ અંગે ચર્ચા કરવામાં આવી હતી. દેશની જનસંખ્યાના 5 ટકા વસ્તી ધરાવતું ગુજરાત નેશનલ જીડીપીમાં 7.6 ટકા યોગદાન આપે છે. 2017-18 ના અહેવાલ અનુસાર ગુજરાત આંતરરાષ્ટ્રીય નિકાસમાં 17ટકા યોગદાન ધરાવે છે. ગુજરાતે માત્ર આર્થિક વિકાસ જ નહીં, સામાજિક સેવાઓના ક્ષેત્રે બાળ મૃત્યુદરમાં ઘટાડો, શિક્ષણ, આરોગ્ય, ગ્રામ્ય, પાણી પુરવઠા, વીજળી, રોડ નેટવર્કમાં પણ ઉલ્લેખનીય સિદ્ધિઓ મેળવી છે. 14માં નાણાંપંચની બધી જ ભલામણોનો ગુજરાતમાં અમે અમલ કર્યો છે, એમ પણ વિજય રૂપાણીએ જણાવ્યું હતું.
