Skip to main content
Settings Settings for Dark

ગાંધીનગર જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક જિલ્લા કલેકટરનાં અઘ્યક્ષ સ્થાને યોજાઇ

Live TV

X
  • ગાંધીનગર જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક જિલ્લા કલેકટર ડૉ. કુલદીપ આર્યના અઘ્યક્ષસ્થાને યોજાઇ હતી. જેમાં ગાંધીનગર જિલ્લાના પાંચ ગામોમાં રૂપિયા ૨ કરોડ ૫૯ લાખથી વધુ રકમ વિવિધ પીવાના પાણીની વ્યવસ્થાના વિકાસ કામોને મંજૂરી આપવામાં આવી છે. ગાંધીનગર જિલ્લામાં રૂપિયા ૨ કરોડ ૫૯ લાખના ખર્ચે ગાંધીનગર તાલુકાના એક, કલોલ તાલુકાના બે અને માણસા તાલુકાના બે એમ કુલ  પાંચ ગામોમાં પાણી સ્ટોરજ અને સપ્લાયના વિકાસ કામો કરવામાં આવશે. જેમાં ગાંધીનગર તાલુકાના શેરથા ગામ ખાતે રૂપિયા ૩૭ લાખ ૮૦ હજારથી વધુની કિંમતની બે લાખ લિટરની ક્ષમતાની ૧૨ મીટર ઉંચી ટાંકી, ડિસ્ટ્રિબ્યુશન પાઇપાલઇન અને અન્ય કામો કરવામાં આવશે. 

    માણસા તાલુકામાં વેડા ગામ ખાતે રૂપિયા ૨૮ લાખ ૮૫ હજારથી વધુના ખર્ચે ૫૦ હજાર લિટરની ક્ષમતાની ૧૨ મીટર ઉંચી પાણીની ટાંકી, ૧ લાખ લિટર ક્ષમતાનો ભૂગર્ભ સંપ, ડિસ્ટ્રિબ્યુશન પાઇપલાઇન અને જોબકનેકશનના કામો કરવામાં આવશે. લોદરા ગામમાં રૂપિયા ૧ કરોડ ૩૮ લાખથી વધુના ખર્ચે ઝોન ૧ થી ૬ ની ડિસ્ટ્રીબ્યુશન પાઇપલાઇન, રાઇજીગ મેઇનના બે કામ, પપીંગ મશીનરી અને ૯ લાખ લિટરની ક્ષમતાનો ભૂગર્ભ સંપ બનાવવામાં આવશે. 

    કલોલ તાલુકામાં કોઠા ગામ ખાતે રૂપિયા ૨૨ લાખ ૮૭ હજારના ખર્ચે ૫૦ હજાર લિટરની ક્ષમતાની પાણીની ટાંકી, ૧ લાખ લિટર ક્ષમતાનો ભૂગર્ભ સંપ, પંપિગ મશીનરી અને જોબ કનેકશનના કામો કરવામાં આવશે. તેમજ સોજા ગામમાં રૂપિયા ૩૨ લાખ ૧૭ હજારના ખર્ચે ૧.૫૦ લિટરની ક્ષમતાનો ભૂગર્ભ સંપ, રાઇજીગ મેઇન, પંપિગ મશીનરી અને જોબ કનેકશનનું કામ કરવામાં આવશે. 

    ગાંધીનગર જિલ્લામાં એન.આર.ડી.ડબલ્યુ.પી. હેઠળ ગાંધીનગર જિલ્લામાં તા.૨૫ મી જુલાઇ, ૨૦૨૧ અંતિત જુદી- જુદી ગ્રામ સમિતિઓની કુલ ૩૭૩ યોજનાઓને જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિ દ્વારા વહીવટી મંજૂરી આપવામાં આવી છે. જે પૈકી હાલમાં ૧૨ યોજનાઓના કામો પ્રગતિ હેઠળ છે, જયારે ૩૬૧ યોજનાઓના કામો પૂર્ણ કરવામાં આવ્યા છે. 

    જિલ્લા અને જળ સ્વચ્છતા સમિતિ દ્વારા આગામી ઓગસ્ટ માસથી ગાંધીનગર જિલ્લાની વિવિધ પાણી સમિતિના સભ્યોને ધરોઇ ડેમ અને સતલાસણ નજીક આવેલા ટ્રેટમેન્ટ પ્લાન્ટની મુલાકાતે લઇ જવામાં આવનાર છે. જયાં પાણીને ટ્રીટમેન્ટ અને શહેરોને પીવાનું પાણી આપવામાં આવે છે, તેની વિસ્તૃત માહિતી આપવામાં આવશે. આ બેઠકમાં ગાંધીનગર પ્રાંત અધિકારી જે.એમ. ભોરણિયા, જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિના યુનિટ મેનેજર કેતન વી. ચૌધરી અને ડિ.કો.ઓર્ડિનેટર અપેક્ષા પટેલ સહિત સંબંધિત કચેરીના અધિકારી ઉપસ્થિત રહ્યા હતા. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
apply