Skip to main content
Settings Settings for Dark

ગાંધીનગર : મુખ્ય સચિવના અધ્યક્ષસ્થાને સ્ટેટ લેવલ મોનિટરિંગ અને રિવ્યુ કમિટી તેમજ પોષણ અભિયાન હેઠળની SLSC અને કન્વર્જન કમ રીવ્યુ કમિટીની બેઠક યોજાઈ

Live TV

X
  • ગાંધીનગર ખાતે મુખ્ય સચિવ  રાજકુમારની અધ્યક્ષતા હેઠળ સ્ટેટ લેવલ મોનિટરિંગ અને રિવ્યુ કમિટી (SLMRC) તેમજ પોષણ અભિયાન હેઠળની સ્ટેટ લેવલ સેન્કસનિંગ કમિટી (SLSC) અને કન્વર્જન કમ રીવ્યુ કમિટીની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સાંસદ સભ્યો, ધારાસભ્યો સંબંધિત વિભાગના સચિવ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. મહિલા અને બાળ કલ્યાણ વિભાગના સચિવ કે. કે. નિરાલા દ્વારા રાજ્યમાં પોષણમાસ દરમિયાન થયેલી વિશેષ કામગીરીની વિગતો આપવામાં આવી હતી. આ બેઠક દરમિયાન મિશન સક્ષમ આંગણવાડી અને પોષણ અભિયાન ૨.૦, મિશન શક્તિ અને મિશન વાત્સલ્યના અમલીકરણ અંગે વિવિધ ચર્ચાઓ કરાઈ હતી. ત્યારબાદ સચિવ દ્વારા રાજ્યના લાભાર્થીઓને અપાતી સેવાઓ અને તેના કવરેજ અંગે માહિતી આપવામાં આવી હતી. જેને ધ્યાને લઈ મુખ્ય સચિવએ શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં લાભાર્થીના કવરેજનું એનાલિસિસ કરીને વધુમાં વધુ કવરેજ થઈ શકે તે માટે પ્રયત્નો કરવા સૂચનાઓ આપી હતી. મુખ્ય સચિવે વસ્તીના ધોરણોને ધ્યાને રાખી જરૂરિયાત મુજબ નવા આંગણવાડી કેન્દ્રો રાજ્ય સરકારના ૧૦૦ ટકા ફાળા સાથે શરૂ કરવા માટે સૂચનાઓ આપી હતી. આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે, પોષણ ટ્રેકરમાં પૂરક પોષણના કવરેજમાં ગુજરાત અન્ય રાજ્યોની સરખામણીએ સરાહનીય કામગીરી કરી રહ્યું છે. તેમણે મમતા દિવસના રોજ રાજ્યની કિશોરીઓનું હિમોગ્લોબીન સ્ક્રીનીંગ કરવા પણ ભાર મૂક્યો હતો. તેમણે કુપોષણને નાથવા માતા મૃત્યુ દર અને બાળ મૃત્યુ દર ઘટાડવા કુપોષિત બાળકો અને તેની સંખ્યાનું સતત મોનિટરિંગ કરવા સૂચનાઓ આપી હતી.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
apply