Skip to main content
Settings Settings for Dark

ભાવનગર : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે મહુવા તાલુકાના માળવાવ ગામે ઉમંગ પ્રાકૃતિક ફાર્મની મુલાકાત લીધી

Live TV

X
  • રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા  આજે ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાનાં માળવાવ ગામે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતના ઉમંગ પ્રાકૃતિક ફાર્મની મુલાકાત  લેવામાં આવી હતી. રાજ્યપાલ ભાવનગર જિલ્લાના એક દિવસીય પ્રવાસે છે ત્યારે તેઓએ પ્રાકૃતિક ખેતી આધારિત ખેતી કરતાં ખેડૂત  પંકજ ગાંગાણીનાં ખેતરમાં ગાય આધારિત ખેતીથી પકવેલ ઘઉં, મગ દેશી ગુલાબી લસણ, શિંગતેલ, મગફળી સહિતનાં પાકોનું નિરીક્ષણ કર્યું હતું અને દેશી ગાયના સંરક્ષણ અંગે માહિતીઓ મેળવી હતી. પ્રાકૃતિક આધારિત ખેતી કરતાં ખેડૂત પંકજ ગાંગાણીએ મગફળી, દેશી મગ, મકાઇ, ઘઉં લસણ, ડુંગળી, તલ તથા સુર્યમુખીના પાકોનું વાવેતર કયું હતું. રાજ્યપાલ દ્વારા પ્રાકૃતિક ખેતી થકી થતાં પાકોનું ઉત્પાદન માનવના શરીર માટે સ્વાસ્થ્યવર્ધક હોય છે તેમ જણાવી વધુને વધુ લોકો પ્રાકૃતિક ખેતી થકી થતાં પાકોનો ઉપયોગ કરે તેવું સુચન કરવામાં આવ્યું હતું.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
apply