ગિરનારમાં આગામી 23 નવેમ્બરથી યોજાનારી લીલી પરિક્રમા અંગે તંત્રએ તૈયારીઓ શરૂ કરી
Live TV
-
ગિરનારમાં આગામી 23 નવેમ્બરથી યોજાનારી લીલી પરિક્રમા અંગે તંત્રએ તૈયારીઓ શરૂ કરી,
દિવાળી બાદ યોજાતી ગિરનારમાં લીલી પરિક્રમા આગામી 23 નવેમ્બર થી યોજાશે. ગિરનાર પરિક્રમા અંગે તંત્રએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. ફોરેસ્ટ વિભાગના અધિકારીઓએ આ લીલી પરિક્રમાના રૂટની મુલાકાત કરી હતી. અધિકારીઓએ રુટ પર પ્રાથમિક સુવિધાઓ, સુરક્ષા, વિવિધ સાઈન બોર્ડનું નિરીક્ષણ કર્યું હતું.
ગિરનાર વિસ્તારમાં દર વર્ષે યોજાતી લીલી પરિક્રમાનું ધાર્મિક મહત્વ છે. આ વર્ષે પણ લીલી પરિક્રમા યોજવા જઇ રહી છે. સામાન્ય રીતે ગિરનારની લીલી પરિક્રમા કારતક સુદ અગિયારસથી શરૂ થતી હોય છે અને પૂનમ સુધી ચાલે છે. ગિરનારની તળેટીમાં લીલું ચક્ર પૂર્ણ કરવા માટે લાખો ભક્તો ગિરનાર પર્વતની આસપાસ કુલ 36 કિલોમીટર ચાલે છે.
