ગીરના જંગલમાં 15 સિંહબાળનો જન્મ, આગામી દિવસમાં વધુ 30નો જન્મ થશે
Live TV
-
ગીરના જંગલોમાં 15 નવા મહેમાનું આગમન થયું છે. ગીરના જંગલમાં 15 સિંહ બાળએ જન્મ લીધો છે તો ત્રીસ જેટલા સિંહ બાળનો આગામી થોડા સમયમાં જન્મ થશે.
ગુજરાતની ઓળખ સમા ગીરના સિંહની સંખ્યામાં વઘારો થતાં વન્ય જગતમાં ખુશીનો માહોલ છવાયો છે. નોંઘનિય છે કે ચોમાસાના ચાર મહિના સિંહનો સંવનન કાળ હોવાથી 16 જુનથી 15 ઓક્ટોબર સુધી પ્રવાસીઓ માટે સિંહ દર્શન બંઘ રાખવામાં આવે છે. આ ચાર મહિનાને સિંહોનું વેકેશન ગણવામાં આવે છે.ગીરના જંગલમાં આવતા પ્રવાસીઓની વાત કરીએ તો પાંચ લાખથી વધુ પ્રવાસી અહીં વર્ષ દરમિયાન આવે છે.
