વિદ્યાર્થીઓની લેખન-વાચન ક્ષમતા વૃદ્ધિ માટે મુખ્યમંત્રીનો શિક્ષકો સાથે સંવાદ
Live TV
-
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના ધોરણ 6 થી 8 ના વિદ્યાર્થીઓના લેખન વાંચન ગણનની ક્ષમતા વૃદ્ધિ માટે આગામી 26 જુલાઈથી 1 મહિના માટે શરૂ થઈ રહેલા રાજ્યવ્યાપી મિશન વિદ્યા સન્દર્ભમાં રાજ્યના70 હજાર થી વધુ શિક્ષકો સાથે વિડિયો કોન્ફરન્સ સંવાદ સાધ્યો હતો.
મુખ્યમંત્રીએ શિક્ષકો ને આહવાન કર્યું કે આ અભિયાન ને મિશન મોડ માં ઉપાડી શાળાએ આવતું પ્રત્યેક બાળક પોતાનું છે અને તેના ભવિષ્ય નિર્માણની નૈતિક જવાબદારી શિક્ષકની છે તેવું દાયિત્વ નિભાવે.
મુખ્યમંત્રીએ કહ્યુ કે ગુજરાત દરેક ક્ષેત્રે અગ્રેસર હોય ત્યારે શિક્ષણમાં પણ અવ્વલ રહે તેવી પ્રતિબદ્ધતા રાજ્ય સરકારની છે. મુખ્યમંત્રીએ રાજ્યમાં શિક્ષકોની ગુણવત્તા પણ શ્રેષ્ઠ છે તેની સરાહના કરતા કહ્યું કે 27000 કરોડનું શિક્ષણ બજેટ અને અદ્યંતન સાધનોથી સજ્જ શાળાઓ પણ છે ત્યારે એક પણ બાળક વાંચન લેખન ગણનમાં નબળું ન રહે તે માટે શિક્ષકો પર મુકેલો ભરોસો સાર્થક કરવા તેમણે પ્રેરણા આપી હતી.
આ વેળા એ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્ર સિંહ ચુડાસમા તેમજ રાજ્ય મંત્રી વિભાવરી બહેન દવે અને મુખ્યસચિવ ડો.જે એન સિંહ સહિત શિક્ષણ ના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
