ગીરના પ્રતિબંધિત જંગલમાં ઘૂસેલા દીવના 11 પ્રવાસીઓને ફટકારાયો દંડ
Live TV
-
બાબરીયા રેન્જમાં સિંહ દર્શન માટે ઉતરેલા પ્રવાસીઓને અધિકારીઓએ ઝડપી લીધા હતા. તમામ પ્રવાસીઓ સામે દંડાત્મક કાર્યવાહી કરી 22 હજાર રૂપિયાનો દંડ વસૂલ કર્યો હતો.
ગીરના પ્રતિબંધિત વિસ્તારમાં સિંહ દર્શને ગયેલા દીવના અગિયાર પ્રવાસીઓને જંગલ ખાતાના અધિકારીઓએ ઝડપી પાડી બાવીસ હજાર રૂપિયાનો દંડ વસૂલ્યો હતો.
ચોમાસાના ચાર મહિના દરમ્યાન સિંહ યુગલોનો પ્રજનન સમય હોવાથી આ સમય પ્રવાસીઓ માટે પ્રતિબંધિત જાહેર કરવામાં આવે છે. પ્રતિબંધિત સમય તેમજ પ્રતિબંધિત વિસ્તારમાં દીવના અગિયાર પ્રવાસીઓ પરવાનગી વિના ઘૂસ્યા હતા. બાબરીયા રેન્જમાં સિંહ દર્શન માટે ઉતરેલા પ્રવાસીઓને અધિકારીઓએ ઝડપી લીધા હતા. તમામ પ્રવાસીઓ સામે દંડાત્મક કાર્યવાહી કરી 22 હજાર રૂપિયાનો દંડ વસૂલ કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે, ગીરના જંગલમાં સિંહ તથા સિંહણને મારણ બનાવી પ્રવાસીઓ દ્વારા હેરાનગતિ કરવામાં આવતા હોવાના સમાચારો સોશિયલ મીડિયામાં વાયરલ થતા સત્તાધીશોએ કાયદાઓ વધુ કડક બનાવ્યા છે. વન વિભાગના અધિકારીઓ દ્વારા ચોવીસ કલાક સઘન પેટ્રોલિંગ કરવામાં આવે છે.
