મુખ્યમંત્રી ઇઝરાયેલ પ્રવાસ પૂર્ણ કરી સ્વદેશ પાછા ફર્યા
Live TV
-
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી ગઇકાલે પોતાનો ઇઝરાયેલ પ્રવાસ પૂર્ણ કરી સ્વદેશ પાછા ફર્યા છે.
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી ગઇકાલે પોતાનો ઇઝરાયેલ પ્રવાસ પૂર્ણ કરી સ્વદેશ પાછા ફર્યા છે. તેમના ઇઝરાયેલ પ્રવાસના અંતિમ તબક્કામાં ગુજરાત આવતા પૂર્વે ઇઝરાયેલમાં વિશ્વના સૌથી મોટા ડિસેલિનેશન પ્લાન્ટ સોરેકની ગુજરાતના પ્રતિનિધિ મંડળ સાથે નિરીક્ષણ મુલાકાત લીધી હતી. સોરેકનો આ ડિસેલીનેશન પ્લાન્ટ સમુદ્રના ખારા પાણીને પીવાલાયક બનાવે છે. આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું, કે ગુજરાત-ઇઝરાયેલ વચ્ચે આ પ્લાન્ટની ટેકનોલોજીની સહભાગીતાને વિકસાવી ગુજરાતમાં 2050 સુધી કોઇ જળ સમસ્યા ન ઉદ્દભવે તેવું આયોજન કરવું છે. ઉપરાંત ગુજરાતમાં સૌરાષ્ટ્ર-કચ્છના દરિયા કિનારે 10 ડિસેલીનેશન પ્લાન્ટ સ્થાપવાના રાજ્ય સરકારના આયોજનમાં ટેકનીકલ જ્ઞાનનો લાભ કઇ રીતે મેળવી શકાય તે વિશે પણ સોરેકના પદાધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. વિશ્વના સૌથી વિશાળ એવા સોરેકના આ ડિસેલીનેશન પ્લાન્ટમાં ખારા પાણીમાંથી પીવાલાયક મીઠું પાણી બનાવવાની આખી પ્રક્રિયાનું તેમણે ઝીણવટભર્યુ નિરિક્ષણ કર્યું હતું. ગુજરાતમાં ઇન્ડસ્ટ્રીયલ ઝોન અને કલસ્ટરમાં પણ આ પ્લાન્ટ સ્થાપવામાં સોરેક કઈ રીતે સહભાગી થઇ શકે તે દિશામાં પણ ચર્ચાઓ થઇ હતી.
