Skip to main content
Settings Settings for Dark

ગીર ગઢડાઃ આંબાના બગીચામાં ગરમીથી ત્રસ્ત સિંહો પાણી પીવા પહોંચ્યા, ખેડૂતે કેમેરામાં કર્યાં કેદ

Live TV

X
  • જંગલમાં નદી નાળા સુકાઈ રહ્યા છે, એવામાં પ્રાણીઓ પણ પાણી જોવે ત્યાં તરાપ માર્યા વિના રહી શકતા નથી.

    ઉનાળો પોતાનો મિજાજ બતાવી રહ્યો છે. જંગલમાં નદી નાળા સુકાઈ રહ્યા છે, એવામાં પ્રાણીઓ પણ પાણી જોવે ત્યાં તરાપ માર્યા વિના રહી શકતા નથી. જો કે વન વિભાગ દ્વારા વન્ય પ્રાણીઓ માટે પાણીની વ્યવસ્થા કરવામાં આવી જ છે. તેમ છતાં રાત્રિ દરમ્યાન સિંહો શિકાર માટે દૂર દૂર જતા હોવાથી તેમને પાણીની પણ જરૂર પડે છે. 

    વન્ય પ્રાણીઓ શિકારની શોધમાં ગીરના જંગલની સરહદે આવેલા ગામોમાં અવાર નવાર આવી ચડતા હોય છે. આ ગામોમાં સિંહોને ગાય, વાછરડાં અને ભેંસ જેવો શિકાર પણ આરામથી મળી રહે છે. સાથોસાથ નજીકના ખેતરમાં પીવા માટે પાણી પણ સરળતાથી મળી રહે છે. એવામાં ખેતરોમાં ભરેલા પાણીના કુંડા પણ સિંહો માટે આશીર્વાદ સમાન બની રહે છે. 

    આપ જે ફોટો નિહાળી રહ્યા છો, તે ગીર ગઢડાનાં જામવાળા રોડ પરનાં એક આંબાના બગીચાનો છે. અહીં સોમવારે મોડી રાત્રે બે સિંહ શિકાર બાદ પાણી પીવા આવ્યા હતા. આંબામાં હાલ કેરીની સીઝન હોવાને કારણે ખેડૂતો રખોપુ કરતા હોય છે. સાથોસાથ આંબાની માવજત અને પાણી પણ વાળવાનું હોઈ આ આંબાના બગીચામાં પાણી પીવા આવેલા સિંહ યુગલને બેટરી ચાલુ રાખી ખેડુતે જ પોતાના મોબાઈલમાં આબાદ ઝડપયા હતા. 

    બાદમાં મોડીરાત્રે ફરીથી એક સિંહ પાણી પીવા માટે આવ્યો હતો અને જાણે પાણી પીને ખુશ થયો હોય તેમ મોજમાં આવી ખેડૂતના કેમેરા સામે જ આળોટવા લાગી મસ્તી કરવા લાગ્યો હતો. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
apply