ધોલેરામાં બનશે વિશ્વ વિશાળ સૉલર પાર્કની, CM રૂપાણીએ આપી મંજૂરી
Live TV
-
ધોલેરામાં વિશ્વનો સૌથી મોટા સોલર પાર્ક બનવાશી રાજ્યના 20,000 યુવાઓને નોકરી મળશે, આ સાથે જ ધોલેરા ઇન્ટરનેશનલ સીટી અને આસપાસના વિસ્તારોમાં મેન્યુફેક્ચરિંગ ફેસેલિટીઝની તકો પણ વિશાળ પાયે ખુલશે.
મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીએ ધોલેરા SIR એટલે કે સ્પેશિયલ ઇનવેસ્ટમેન્ટ રીઝનમાં વિશ્વના સૌથી વિશાળ 5000 મેગાવોટના સોલર પાર્કની સ્થાપનાની સૈદ્ધાનતીક મંજૂરી આપી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 2022 સુધીમાં 175 ગીગાવોટ ઉર્જા બિન પરંપરાગત સ્ત્રોત દ્વારા ઉત્પાદન કરવાનો જે મહત્વાકાંક્ષી લક્ષ્યાંક રાખ્યો છે તેમાં ગુજરાત આ વિશાળ સોલર પાર્ક દ્વારા આગવું પ્રદાન મુખ્યમંત્રી વિજય રૂપાણીના માર્ગદર્શનમાં કરશે.
ધોલેરા એસ.આઇ આર પર્યાવરણ પ્રિય ગ્રીન ફિલ્ડ ટેકનોલોજી આધારિત વિકસીત થવાનો છે તેમાં આ સોલર પાર્ક પૂરક બનશે. ધોલેરા એસ.આઇ.આરના ખંભાતના અખાતમાં 11000 હેક્ટરમાં આકાર પામનારા આ સોલર પાર્કમાં 25000 કરોડનું રોકાણ થવાની સંભાવના છે. આ સોલર પાર્કને પરિણામે 20,000થી વધુ લોકોને રોજગાર અવસર મળશે એટલું જ નહીં ધોલેરા ઇન્ટરનેશનલ સીટી અને આસપાસ ના વિસ્તારોમાં મેન્યુફેક્ચરિંગ ફેસેલિટીઝ ની તકો પણ વિશાળ પાયે ખુલશે.
