ગીર જંગલના હિસ્સામાં આવેલો આંબરડી સિંહ પાર્ક પહેલી ઓક્ટોબરથી ખોલવાનો નિર્ણય
Live TV
-
અમરેલી જિલ્લામાં આવેલા ગીર જંગલના હિસ્સામાં આવેલો આંબરડી સિંહ પાર્ક પહેલી ઓક્ટોબરથી ખોલવાનો નિર્ણય જાહેર થતાં પ્રવાસન ઉપર નભતા લોકોને રોજગારી શરૂ થવાની આશા બંધાઈ છે. ચીફ વાઈલ્ડ લાઈફ વોર્ડન શ્યામલ ટીકાદારે આ અંગેનો પરિપત્ર બહાર પાડ્યો છે, જેમાં જણાવાયું છે કે કોરોના રોગચાળાને લીધે સેન્ટ્રલ ઝુ ઓથોરિટી અને કેન્દ્રનાં વન અને પર્યાવરણ વિભાગનાં નિર્દેશનું ચુસ્ત પાલન કરવાનું ફરજિયાત છે. વન્ય અભ્યારણો છેલ્લા સાત મહિનાથી બંધ હોવાથી ટુરીઝમ સાથે સંકળાયેલા અનેક પરિવારો આર્થિક સંકટમાં આવી ગયા છે...અનેક લોકોની રોજગારીને અસર થઈ છે ત્યારે હવે આંબરડી સિંહ પાર્ક ઓકટોબરથી ખુલતા હવે ફરી પ્રવાસીઓનો ધમધમાટ શરૂ થશે..
