Skip to main content
Settings Settings for Dark

જામનગરવાસીઓને હવે નહીં નડે વરસાદી પાણીના ભરાવાની સમસ્યા

Live TV

X
  • જામનગરમાં ચોમાસાની સિઝનમાં અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા હવે દૂર થશે. જામનગર મહાનગર પાલિકાની સ્ટેન્ડિંગ કમિટીમાં શહેરના વિકાસ અર્થે અને ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યા દૂર થાય તે માટે વોટર હાર્વેસ્ટિંગ યોજના દ્વારા નિકાલ કરવામાં આવશે. શહેરમાં હાર્વેસ્ટિંગ યોજના માટે મનપાએ 40 કરોડની માંગણી કરી છે. શહેરના અલગ અલગ વિસ્તારોમાં 8 જેટલા કૂવા બનાવવામાં આવશે. જે વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા હશે ત્યાં પાઇપલાઇનની મદદથી ભરાયેલા પાણીને કૂવામાં ઠાલવાવામાં આવશે. જેના ભાગરૂપે હાલ આગામી એકથી દોઢ મહિનામાં શહેરના પંચવટી વિસ્તારમાં એક વોટર હાર્વેસ્ટિંગ કૂવો બનાવવાની કામગીરી શરૂઆત કરવામાં આવશે. આ એક યોજના સફળ થયા બાદ શહેરના અન્ય વિસ્તારોમાં પણ આ રીતે કામગીરી શરૂ કરવામાં આવશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
apply