ગીર સોમનાથમાં કેબિનેટ મંત્રી જયેશભાઈ રાદડીયાની ઉપસ્થિતિમાં ભાજપના સભ્ય બનાવવાનું કાર્ય શરૂ કરવામાં આવ્યું
Live TV
-
કેબિનેટ મંત્રી જયેશભાઈ રાદડિયાની ઉપસ્થિતિમાં યોજાયેલી બેઠકમાં કોઈપણ વ્યક્તિને મિસકોલ દ્વારા ભાજપનાં સભ્ય કેવી રીતે બનાવાય તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ભારતીય જનતા પાર્ટીના સભ્ય બનાવવાનાં આ અભિયાનમાં એક ટોલ ફ્રી નંબર પર મિસકોલ કરતાં ભાજપનાં સભ્ય બની શકાય છે.
ભારતીય જનતા પાર્ટી દ્વારા ફક્ત મિસકોલ કરીને ભારતીય જનતા પાર્ટીના સભ્ય બનાવવાના અભિયાન અંતર્ગત ગીર સોમનાથમાં કેબિનેટ મંત્રી જયેશભાઈ રાદડીયાની ઉપસ્થિતિમાં સભ્ય બનાવવાનું કાર્ય શરૂ કરવામાં આવ્યું હતુ. કેબિનેટ મંત્રી જયેશભાઈ રાદડિયાની ઉપસ્થિતિમાં યોજાયેલી બેઠકમાં કોઈપણ વ્યક્તિને મિસકોલ દ્વારા ભાજપનાં સભ્ય કેવી રીતે બનાવાય તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ભારતીય જનતા પાર્ટીના સભ્ય બનાવવાનાં આ અભિયાનમાં એક ટોલ ફ્રી નંબર પર મિસકોલ કરતાં ભાજપનાં સભ્ય બની શકાય છે.ત્યારબાદ જે તે વ્યક્તિનાં મોબાઈલ પર એક મેસેજ આવે છે તેમાં દર્શાવેલી લીંક પર ક્લિક કરતાં ભાજપનાં સભ્ય બનવા એક ફોર્મ ભરવાનું રહે છે.તેમાં સભ્ય બનવા ઇચ્છુક વ્યક્તિએ પોતાની સંપૂર્ણ માહિતી ભરવાની હોય છે.
