Skip to main content
Settings Settings for Dark

રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન 21 જિલ્લાના 128 તાલુકામાં ભારેથી મધ્યમ વરસાદ નોંધાયો

Live TV

X
  • વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં સૌથી વધુ 215 મિલીમીટર, વલસાડમાં 208, ધરમપુર 195, વાપી 193, જ્યારે નવસારી ખેરગામમાં 145 મિલીમીટર, ખેડાના મહેમદાવાદ 115 મિલીમીટર, ભરૂચ વાગરામાં 103 મિલીમીટર જ્યારે સુરતના મહુવામાં 102 મિલીમીટર વરસાદ નોંધાયો હતો.

    રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન 21 જિલ્લાના 128 તાલુકામાં ભારેથી મધ્યમ વરસાદ નોંધાયો હતો. વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં સૌથી વધુ 215 મિલીમીટર, વલસાડમાં 208, ધરમપુર 195, વાપી 193, જ્યારે નવસારી ખેરગામમાં 145 મિલીમીટર, ખેડાના મહેમદાવાદ 115 મિલીમીટર, ભરૂચ વાગરામાં 103 મિલીમીટર જ્યારે સુરતના મહુવામાં 102 મિલીમીટર વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત આણંદ, ખેડા, ડાંગ, તાપી, નર્મદા, સાબરકાંઠા, પંચમહાલ, દાહોદ જિલ્લાઓમાં પણ નોંધપાત્ર વરસાદ થયો હતો. મધુબન ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું હોવાથી દાદરા અને નગર હવેલી જીલ્લા આફત વ્યવસ્થાપન સત્તામંડળ દ્વારા લોકોને નદીના પટમાં જવાનું ટાળવા ચેતવણી અપાઈ છે. મધુબનડેમ ની જળસપાટી 72.35 મીટરે પહોંચી છે. ડેમના 10 દરવાજા પૈકી 6 દરવાજા 1.80 મીટર ખોલી દેવાયા છે. ડેમમાં હાઇડ્રો પાવર પ્લાન્ટ દ્વારા વીજ ઉત્પાદન શરૂ થયું છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
apply