ગુજરાતઃ વકીલો માટે રાહતના સમાચાર, 1 માર્ચથી જિલ્લા અદાલતો શરુ થશે
Live TV
-
કોરોના કેસોમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે ત્યારે વકીલો માટે રાહતરૂપ એવો નિર્ણય ગુજરાત હાઇકોર્ટે કર્યો છે. ગુજરાત હાઈકોર્ટે આદેશ આપ્યો હતો કે, આગામી એક માર્ચથી જિલ્લા અદાલતો શરૂ કરવામાં આવશે.
કોરોના કેસોમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે ત્યારે વકીલો માટે રાહતરૂપ એવો નિર્ણય ગુજરાત હાઇકોર્ટે કર્યો છે. ગુજરાત હાઈકોર્ટે આદેશ આપ્યો હતો કે, આગામી એક માર્ચથી જિલ્લા અદાલતો શરૂ કરવામાં આવશે.
રાજયમાં એક માર્ચથી અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં કોર્ટની કામગીરી શરૂ કરવામાં આવશે. જોકે માઇક્રો કન્ટેઇન્મેન્ટ ઝોનમાં કોર્ટ શરૂ કરવામાં આવશે નહીં. તમામ કોર્ટમાં કામ કરવાનો સમય સવારે 10-45 થી સાંજે 6-10 કલાક સુધીની રહેશે.