Skip to main content
Settings Settings for Dark

ગુજરાતના ત્રણ શિક્ષકોનો રાષ્ટ્રીય એવોર્ડ માટે પસંદગી, શિક્ષક દિને કરાશે સન્માનિત

Live TV

X
  • શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ શ્રેષ્ઠ શિક્ષક તરીકેના રાષ્ટ્રીય એવોર્ડ માટે પસંદ થનાર આ ત્રણેય શિક્ષકો ને હાર્દિક અભિનંદન પાઠવ્યા

    ૫ મી સપ્ટેમ્બર શિક્ષક દિને સમગ્ર દેશમાંથી શ્રેષ્ઠ શિક્ષકોને પસંદ કરીને રાષ્ટ્રપતિશ્રી દ્વારા શ્રેષ્ઠ શિક્ષક તરીકે રાષ્ટ્રીય એવોર્ડ એનાયત કરાય છે .આ વર્ષે શિક્ષણ વિભાગે 36 રાજ્યોમાંથી ૪૭ શિક્ષકોને રાષ્ટ્રીય એવોર્ડ માટે પસંદ કર્યા છે. તેમાં ગુજરાતના ત્રણ શિક્ષકોનો સમાવેશ થાય છે. શિક્ષણ મંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ શ્રેષ્ઠ શિક્ષક તરીકેના રાષ્ટ્રીય એવોર્ડ માટે પસંદ થનાર આ ત્રણેય શિક્ષકો ને હાર્દિક અભિનંદન પાઠવીને જણાવ્યું છે કે આ શિક્ષકોએ રાષ્ટ્રીય કક્ષાએ પસંદગી પામીને ગુજરાતના શિક્ષણ ક્ષેત્રને ગૌરવવંતુ બનાવ્યું છે. પસંદ કરાયેલા ત્રણ શિક્ષકોમાં સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના ટીડાણા ગામના મહિપાલસિંહ સજ્જનસિંહ જેઠાવત, સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાના કંજેલી ગામના શ્રી પ્રકાશચંદ્ર નરભેરામ સુથાર તથા પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવતા અમદાવાદના સુધા ગૌતમભાઈ જોષી નો સમાવેશ થાય છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
apply