Skip to main content
Settings Settings for Dark

મુખ્યમંત્રી વિજયભાઈ રુપાણીએ પર્યાવરણપ્રિય ગણેશ સ્થાપનનો નવતર અભિગમ અપનાવ્યો

Live TV

X
  • સાર્વજનિક ઉત્સવ મનાવવાને બદલે લોકો સ્વયંભૂ ઘરે જ રહીને દુંદાળા દેવની આરાધના કરે તેવી મુખ્યમંત્રીએ કરી અપીલ

    મુખ્યમંત્રી શ્રી વિજય ભાઈ રૂપાણીએ ગણેશ ચતુર્થીના પાવન પર્વ પ્રસંગે મુખ્યમંત્રી નિવાસમાં પર્યાવરણ પ્રિય ગણેશ સ્થાપનનો નવતર અભિગમ અપનાવ્યો છે.ગણેશ ચતૃથિ નો આ ઉત્સવ ગુજરાતમાં ઉમંગ ઉલ્લાસ થી સૌ મનાવે છે.ખાસ કરીને વડોદરા સુરત વલસાડ વગેરે સ્થળો એ ધામ ધુમ પૂર્વક વિઘ્ન હર્તા ગણેશજી નો ઉત્સવ મોટા પાયે ઉજવાય છે.આ વર્ષે કોરોના સંક્રમણ ને કારણે સાર્વજનિક ગણેશ ઉત્સવ ને બદલે લોકો સ્વયંભૂ પોતાના ઘર માં રહીને જ આ દુંદાળા દેવ ની આરાધના પૂજા કરે તેવી મુખ્ય મંત્રીશ્રી એ સૌને અપીલ પણ કરેલી છે.મુખ્યમંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણી એ પણ પોતાના નિવાસસ્થાને અભિનવ વિચાર સાથે ગણેશ સ્થાપન કર્યું છે.પ્લાન એ પ્લાન્ટ વિથ ગણેશનો એક નવતર અભિગમ તેમણે આ ગણેશ સ્થાપનમાં અપનાવ્યો છે. આ નવતર અભિનવ વિચાર માં મુખ્ય મંત્રીશ્રી એ પૌધા માં પરમાત્મા ની ભાવના સાથે સૌને પર્યાવરણ જતન સંવર્ધન માટે મોટા પાયે વૃક્ષો વાવવા આ અવસરે આગ્રહ ભરી અપિલ પણ કરી છે

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
apply