ગુજરાતના પશુપાલકો માટે સરકારનો મહત્વનો નિર્ણય; દૂધના પાવડરની નિકાસ પર મળશે સહાય
Live TV
-
ગુજરાત રાજ્યના 38 લાખથી વધુ પશુપાલકો માટે એક મહત્વના સમાચાર આવ્યા છે. રાજ્ય સરકાર દ્વારા 18 જેટલા દૂધ સંઘોને દૂધના પાવડરની નિકાસ પર પ્રતિ કિલો પાવડર પર રૂપિયા 50 ની સહાય આપતા રાજ્યના પશુપાલકો માટે દૂધનો વ્યવસાય ઉજ્જવળ ભવિષ્ય બની રહ્યો છે. હાલના તબક્કે વિશ્વના 50 થી વધારે દેશોમાં દૂધના પાવડરની નિકાસ થાય છે. ત્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં દૂધ તેમજ દૂધના પાવડરની કિંમત ઘટતા રાજ્ય સરકાર દ્વારા લેવાયેલો આ નિર્ણય તમામ પશુપાલકો માટે સૌથી મોટી ખુશખબર સાબિત થશે.
