Skip to main content
Settings Settings for Dark

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીનું નિધન, રાજયમાં એક દિવસનો શોક જાહેર

Live TV

X
  • મુખ્યમંત્રી વિજય રુપાણીએ માધવસિંહ સોલંકીના સન્માનમાં એક દિવસનો શોક પાળવાની જાહેરાત કરી છે.. મુખ્યમંત્રીએ આજના તેમના મહિસાગર જિલ્લાના કાર્યક્રમ રદ કર્યા છે અને માધવસિંહ સોલંકીના અંતિમ સંસ્કાર સંપૂર્ણ સન્માન સાથે કરવાનો નિર્ણય કર્યો છે.

    ભારતના પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીનું 94 વર્ષની વયે અવસાન થયું છે.માધવસિંહ સોલંકી કોંગ્રેસ પક્ષના નેતા અને ભારતના ભુતપૂર્વ વિદેશ મંત્રી હતા. તેઓએ ચાર વખત ગુજરાતના મુખ્યમંત્રીપદે કાર્યભાર સાંભળ્યો હતો.. માધવસિંહ સોલંકી ગુજરાતના 7મા મુખ્યમંત્રી હતા.. તેઓ ગુજરાત કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીના પિતા છે. ગુજરાતમાં સૌથી વધુ વિધાનસભા બેઠકો જીતી મુખ્યમંત્રી બનવાનો રેકોર્ડ તેમના નામે છે. મુખ્યમંત્રી વિજય રુપાણીએ માધવસિંહ સોલંકીના સન્માનમાં એક દિવસનો શોક પાળવાની જાહેરાત કરી છે.. મુખ્યમંત્રીએ આજના તેમના મહિસાગર જિલ્લાના કાર્યક્રમ રદ કર્યા છે અને માધવસિંહ સોલંકીના અંતિમ સંસ્કાર સંપૂર્ણ સન્માન સાથે કરવાનો નિર્ણય કર્યો છે. સાથે જ મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને આજે  ગાંધીનગર ખાતે રાજ્યમંત્રી મંડળની બેઠક મળશે..  આ બેઠક માં માધવસિંહ સોલંકીને શ્રદ્ધાંજલિ આપતો ઠરાવ પસાર કરવામાં આવશે .
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
apply