Skip to main content
Settings Settings for Dark

ગુજરાતના 206 તાલુકામાં મેઘમહેર, ખંભાળિયામાં છેલ્લા 24 કલાકમાં 16 ઇંચ વરસાદ

Live TV

X
  • ગુજરાતમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી રહ્યો છે. નવસારીના વાંસદામાં 238 મિમી વરસાદ નોંધાયો છે.

    ગુજરાતમાં 206 તાલુકામાં ,છેલ્લા 24 કલાકમાં મેઘમહેર ચાલુ રહી છે ત્યારે, કેટલાક જિલ્લામાં આકાશી આફત પણ વરસી રહી છે. ગીર સોમનાથ જિલ્લાના ગીરગઢડા તાલુકામાં ભારે વરસાદ ખાબક્યો છે. ,અનેક જિલ્લામાં વીજપૂરવઠો પણ ખોરવાયો છે. જોકે તે ઝડપથી પુનઃસ્થાપિત કરવા તંત્રના પ્રયાસો ચાલુ છે. 50 જેટલા ગામો સંપર્ક વિહોણા છે અને અસરગ્રસ્ત ગામોના લોકોનું સ્થળાંતર કરાયું છે. સરકાર દ્વારા રાહત સામગ્રી તેમજ ફૂડ પેકેડનું વિતરણ શરૂ કરાયું છે. ખંભાળીયામાં સાબેલાધાર વરસાદને લીધે મુખ્ય માર્ગો પર પાણી ભરાયા છે. અને ખેતરો નદીમાં ફેરવાયા હતા. સિહ ડેમ ઓવરફ્લો થયો હતો. ચોવીસ કલાકમાં 16 ઇંચ વરસાદ થયો હતો. સરદાર સરોવર ડેમની પાણીની સપાટી 111 પોઇન્ટ 25 મીટરે પહોંચી છે. તાપી જિલ્લામાં છેલ્લા બે દિવસથી સતત વરસાદના લીધે નદી નાળાં બે કાંઠે થયાં છે. એક યુવક પાણીમાં તણાઈ જતાં તંત્રે તેની શોધખોળ આરંભી છે. દરમિયાનમાં ગીરગઢડાનું કરેણી ગામ સંપર્કવિહોણું બન્યું છે.

    ગુજરાતમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી રહ્યો છે. નવસારીના વાંસદામાં 238 મિમી વરસાદ નોંધાયો છે. આના કારણે સર્જાયેલી વિકટ પરિસ્થિતિમાં બચાવ કાર્યોમાં જિલ્લા તંત્રનું માર્ગદર્શન, સમીક્ષા તેમજ દેખરેખ માટે મહેસૂલ મંત્રી કૌશિક પટેલને, વલસાડની જવાબદારી સોંપાતા તેઓ વલસાડની મુલાકાતે આવ્યા હતા. તેમણે જિલ્લાના ધારાસભ્ય તેમજ જિલ્લા કલેક્ટર સહિત ,ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી વલસાડ જિલ્લાની, રાહત કામગીરીની સમીક્ષા કરી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
apply