રાજ્ય સરકારે વિદ્યુત સહાયકોના પગારમાં કર્યો વધારો
Live TV
-
વિવિધ સંવર્ગમાં ફરજ બજાવતા અંદાજે 7 હજારથી વધુ વિદ્યુત સહાયકોના પગારમાં માસિક રૂપિયા 2500થી માંડીને રૂપિયા 10 હજાર 450 સુધીનો વેતન વધારો થશે.
ઉર્જા મંત્રી સૌરભભાઇ પટેલે વીજ ક્ષેત્રમાં કાર્યરત વિદ્યુત સહાયકોના ફિક્સ પગારમાં માતબર વધારાની જાહેરાત કરી હતી. વિવિધ સંવર્ગમાં ફરજ બજાવતા અંદાજે 7 હજારથી વધુ વિદ્યુત સહાયકોના પગારમાં માસિક રૂપિયા 2500થી માંડીને રૂપિયા 10 હજાર 450 સુધીનો વેતન વધારો થશે. આ અંગેની જાહેરાત કરતા ઉર્જા મંત્રીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારના આ નિર્ણયથી સંલગ્ન વીજ કંપનીઓ પર અંદાજે રૂપિયા 33 કરોડનું આર્થિક ભારણ વધશે.
