રાજ્યમાં વરસાદી આફત, મુખ્યમંત્રીએ લીધી અતિવૃષ્ટિથી પ્રભાવિત ગીરસોમનાથની મુલાકાત
Live TV
-
ગીર સોમનાથ જિલ્લાના ગીરગઢડા તાલુકામાં ભારે વરસાદ ખાબક્યો છે.
ગુજરાતમાં 206 જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં મેઘમહેર ચાલુ રહી છે ત્યારે કેટલાક જિલ્લામાં આકાશી આફત પણ વરસી રહી છે. ગીર સોમનાથ જિલ્લાના ગીરગઢડા તાલુકામાં ભારે વરસાદ ખાબક્યો છે. રસેંકડો પશુઓનાં મૃત્યુ પણ થયાં છે. અનેક જિલ્લામાં વીજપૂરવઠો પણ ખોરવાયો છે. જોકે તે ઝડપથી પુનઃસ્થાપિત કરવા તંત્રના પ્રયાસો ચાલુ છે. ખંભાળીયા, માણાવદર, ડોવાસામાં 13 ઇંચ જેટલો વરસાદ થતાં 100 જેટલાં ગામો બેટમાં ફેરવાયા છે. 50 જેટલા ગામો સંપર્ક વિહોણા છે અને અસરગ્રસ્ત ગામોના લોકોનું સ્થળાંતર કરાયું છે. સરકાર દ્વારા રાહત સામગ્રી તેમજ ફૂડ પેકેડનું વિતરણ શરૂ કરાયું છે. કાનાલૂર નજીક રેલવે ટ્રેકનું નુકસાન થતાં દ્વારકા , જામનગર વચ્ચેનો ટ્રેન વ્યવહાર ખોટવાતાં ટ્રેન પ્રવાસીઓ મુશ્કેલીમાં મૂકાયા હતા
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ અતિવૃષ્ટિથી પ્રભાવિત ,ગીર સોમનાથ જિલ્લા ના ,અસરગ્રસ્ત વિસ્તારો માં ,એરફોર્સ ના હેલીકોપ્ટર ની મદદ થી ,હવાઇ નીરીક્ષણ કર્યું હતું. ખરાબ હવામાન ને કારણે ,તેમનું હેલીકોપ્ટર, સોમનાથ માં ઉતરાણ ના કરી શકતાં ,જેતપુર ખાતે ઉતરાણ કરી ને ,રસ્તા માર્ગે ,ગીર સોમનાથ પહોંચવા ,નિર્ણય કર્યો હતો. હાલ તેઓ વેરાવળ કલેકટર કચેરીએ પહોંચ્યા છે. અગાઉ સવારે ,કેશોદ ખાતે, વરસાદ ને કારણે ,ઉતરાણ ન થઇ શકતા ,તેમનો પ્રવાસ ,રદ્દ થયો હતો ,અને તેઓ ,ગાંધીનગર પરત આવ્યા હતા. તે પછી ,મુખ્યમંત્રી એર ફોર્સ ના ,ખાસ હેલિકોપ્ટર દ્વારા ,રવાના થયા હતા. તેમની સાથે ,મુખ્ય સચિવ ,ડો. જે.એન.સિંહ, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ ,કૈલાસનાથન ,અને વરિષ્ઠ અધિકારીઓ છે. મુખ્યમંત્રીએ ,જિલ્લા તંત્ર સાથે ,બેઠક કરી ,પૂર અને અતિવૃષ્ટિથી ઉભી થયેલી સ્થિતિ ની, સમીક્ષા કરીને બચાવ રાહત કાર્ય નું ,માર્ગદર્શન કર્યું હતું.
