Skip to main content
Settings Settings for Dark

ગુજરાતની અસ્મિતાનો સંદેશ વિશ્વના ખૂણે ખૂણે પ્રસર્યો : અમિત શાહ

Live TV

X
  • ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહએ સૌની સુખાકારી અને ગુજરાતની આવતીકાલ વધુ ઉજ્જવળ અને સમૃદ્ધ બને તેવી મંગલ શુભકામનાઓ તેઓએ પાઠવી છે

    ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઇ શાહ એ ગુજરાત રાજ્યના ૫૮માં સ્થાપના દિને સૌ ગુર્જરવાસીઓને શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે, ગુજરાતની અસ્મિતા અને ગુજરાત ગૌરવનો સંદેશો આજે પ્રદેશ અને દેશ સુધી સીમિત ન રહેતા વિશ્વના ખૂણે ખૂણે સૌ ગુજરાતીઓએ પ્રસરાવ્યો છે . 

    મહાત્મા ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલની આ ભૂમિએ સત્ય, અહિંસા અને સહકારના સંદેશ સાથે સ્વરાજ્યની આગેવાની લીધી હોવાનું પણ તેમણે ઉમેર્યું છે. નરસિંહ મહેતા , નર્મદ જેવા સાહિત્યકારોના પ્રદાન અને દયાનંદ સરસ્વતી, પ્રમુખ સ્વામી મહારાજ જેવા સંતોની સરવાણી થકી રાજ્ય અને સમાજ જીવનને નવી દિશા મળી છે. આજના આ પાવન પર્વે સૌની સુખાકારી અને ગુજરાતની આવતીકાલ વધુ ઉજ્જવળ અને સમૃદ્ધ બને તેવી મંગલ શુભકામનાઓ તેઓએ પાઠવી નવા ભારતના સ્વપ્નને સાકાર કરવા નવા ગુજરાતના સંકલ્પને સાકાર કરવા ગુજરાત સ્થાપના દિને સૌને  આહવાન કર્યું હતું .

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
apply