સુરતઃ ફ્રૂટ માર્કેટમાં આરોગ્ય ટીમના દરોડા, કાર્બાઈડના પેકેટ જપ્ત કર્યાં
Live TV
-
કેરીના વેપારીઓને ત્યાં અચાનક દરોડા પડાતા વ્યાપારીઓમાં ખળભળાટ મચી ગયો હતો.
સુરત મહાનગરપાલિકાની આરોગ્ય ટીમ દ્વારા સહારા દરવાજા ખાતે આવેલ ફૂટ માર્કેટમાં દરોડા પાડી બે ટન જેટલી બગડેલી અને અખાદ્ય કેરીનો નાશ કરવામાં આવ્યો હતો. કેરીના વેપારીઓને ત્યાં અચાનક દરોડા પડાતા વ્યાપારીઓમાં ખળભળાટ મચી ગયો હતો.
દરોડા દરમ્યાન ફ્રૂટ માર્કેટમાં લોકો ભેગા થઈ ગયા હતા. આ તપાસમાં અધિકારીઓએ બગડેલી કેરીઓની સાથે 200 જેટલા કાર્બાઇડના પેકેટ પણ કબજે કર્યા હતા. અધિકારીઓએ વિવિધ કેરીના વ્યાપારીઓને કુલ 40 હજારનો દંડ ફટકાર્યો હતો.
