સૂરજ કરાડી ખાતે પ્રજાપતિ સમાજના સમૂહલગ્નનું આયોજન
Live TV
-
દ્વારકાના નાનકડા એવા ગામ સૂરજ કરાડી ખાતે પ્રજાપતિ સમાજના તૃતિય સમૂહલગ્ન યોજાયા હતા.
દ્વારકાના નાનકડા એવા ગામ સૂરજ કરાડી ખાતે પ્રજાપતિ સમાજના તૃતિય સમૂહલગ્ન યોજાયા હતા. જેમાં પાંચ નવ દંપતીએ પ્રભુતામાં પગલા પાડ્યા હતા. જ્ઞાતિ પ્રમુખ કનુભાઇ શીંગડીયાના જણાવ્યાનુસાર આ લગ્ન આયોજનમાં ઇતર જ્ઞાતિમાંથી કોઇપણ જાતનું દાન કે ભેટ સ્વીકારવામાં આવતી નથી.
આ સમૂહલગ્ન માટે ફક્ત અને ફક્ત પ્રજાપતિ જ્ઞાતિ મંડળમાંથી ભંડોળ એકઠું કરી આયોજન કરવામાં આવે છે, તેવું તેમણે જણાવ્યું હતું. જેથી અમુક સાધારણ કુટુંબ પર ભારણ ના થાય અને જ્ઞાતિમાં પ્રેમની ભાવના જળવાઇ રહે.
નવ દંપતિને આશીર્વાદ આપવા મીઠાપુરના બાહોશ મહિલા પીએસઆઇ સી.બી.જાડેજા તથા અન્ય સમાજના શ્રેષ્ઠીઓ હાજર રહ્યા હતા. પ્રમુખ કનુભાઇ સીંગડીયા જણાવે છે કે દરેક નવોઢાને જ્ઞાતિ દ્વારા આશરે સો જેટલી વસ્તુઓનો સામાન કન્યાદાન સાથે ભેટમાં આપવામાં આવયો હતો.
