રાજ્યમાં ઠેરઠેર જળસંચય અભિયાનનો પ્રારંભ, તળાવો ખોદવાના ખાતમૂર્હુત કરાયાં
Live TV
-
આજથી રાજ્યમાં જળસંચય અભિયાનની શરૂઆત કરવામાં આવી છે, જેના અંતર્ગત રાજ્યમાં ઠેરઠેર જળનો સંગ્રહ કરવાની યોજનાઓ બનાવવામાં આવશે.
આજથી રાજ્યમાં જળસંચય અભિયાનની શરૂઆત કરવામાં આવી છે, જેના અંતર્ગત રાજ્યમાં ઠેરઠેર જળનો સંગ્રહ કરવાની યોજનાઓ બનાવવામાં આવશે. રાજ્યમાં સુજલામ સુફલામ જળસંચય યોજનાનો આજથી એટલે કે ગુજરાત સ્થાપના દિવસથી પ્રારંભ કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ અંકલેશ્વરના કોસમડી ખાતે વિધિ વિધાન સાથે પૂજા કરીને તળાવ ઊંડું કરવાનો પ્રારંભ કરાવ્યો હતો. આ રીતે રાજ્યના વિવિધ જિલ્લામાં વિવિધ મંત્રીઓ દ્વારા જળસંચય યોજનાનો પ્રારંભ કરાવવામાં આવ્યો છે.
રાજ્યમાં 31 મે, 2018 સુધી જળસંચય અભિયાન ચલાવવામાં આવશે. વર્તમાન પરિસ્થિતિ જોતાં પાણીનું મહત્વ સમજીને લોકો સમક્ષ જળસંચય કરવાની નેમ વ્યક્ત કરીને મુખ્યમંત્રી વિજયભાઈએ સમગ્ર યોજનાનો ચિતાર આપ્યો હતો. રાજ્યમાં 5400 કિલોમીટર લાંબી નહેરો, તળાવો, ચેકડેમ, જળાશયોમાંથી કાંપ દૂર કરી તેમજ પાળા મરામતનું કામ હાથ ધરાશે. વહેલાસર સફાઈ અને મરામતનું કાર્ય પુરું કરી આગામી ચોમાસામાં મહત્તમ પાણી સંગ્રહ કરવાનો ઉદ્દેશ છે.
સાબરકાંઠાઃ
આજે સુજલામ સુજલામ જળસંચયના રાજ્યવ્યાપી અભિયાનના ભાગરૂપે સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાના મેસણ અને હિંમતનગરના વિરપુર ખાતેથી જિલ્લા પ્રભારી અને સિંચાઇ મંત્રીશ્રી પરબતભાઇ પટેલના હસ્તે ગામ તળાવ ઉડું કરવાના કામ સાથે મંત્રીશ્રીએ સાબરકાંઠા જિલ્લામાં જળ અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો.વલસાડઃ
વલસાડ જિલ્લાના ફણસા, સોનવાડા અને પાનવા ખાતે આદિજાતિ મંત્રી રમણલાલ પાટકરે શ્રમદાન કરી સુજલામ સુફલામ જળસંચય અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો. જેમાં ઉમરગામ તાલુકાના ફણસા અને પારડી તાલુકાના સોનવાડા ખાતે તળાવ ઊંડા કરવાની કામગીરી જ્યારે ધરમપુર તાલુકાના પાનવા ખાતે લાવરી નદીને પુનર્જીવિત કરવાની કામગીરીનો સમાવેશ થાય છે.
