Skip to main content
Settings Settings for Dark

ગુજરાતની હસ્તકલાને વૈશ્વિક ઓળખ: ‘હસ્તકલા સેતુ યોજના’ દ્વારા 21 હજારથી વધુ કારીગરો આત્મનિર્ભર

Live TV

X
  • ગુજરાતની પરંપરાગત હસ્તકલાને પ્રોત્સાહન આપવાના ઉમદા આશય સાથે રાજ્ય સરકાર દ્વારા અમલી ‘હસ્તકલા સેતુ યોજના’ (HSY) હજારો કારીગરો માટે આર્થિક ઉન્નતિનો સેતુ બની રહી છે.

    વર્ષ 2020 માં શરૂ થયેલી આ યોજના હેઠળ અત્યાર સુધીમાં અંદાજે 58 કરોડના ખર્ચ સાથે રાજ્યના 34 જિલ્લાઓમાં કારીગરોના જીવનમાં સકારાત્મક પરિવર્તન આવ્યું છે.21,690 થી વધુ કારીગરો જોડાયા, જેમાં 82 ટકા મહિલાઓનો સમાવેશ થાય છે.15,586 કારીગરોને ઉદ્યોગસાહસિકતા અને 9,292ને વિશિષ્ટ કૌશલ્યની તાલીમ અપાઈ છે. આ માટે 70 માસ્ટર ટ્રેનર્સ અને 150 મેન્ટર્સનું નેટવર્ક કાર્યરત છે. 9,300 કારીગરોને B2B ઑર્ડર દ્વારા માર્કેટ સાથે જોડવામાં આવ્યા છે. ઈ-કોમર્સ પ્લેટફોર્મ્સ (Amazon, Flipkart, Meesho) દ્વારા અત્યાર સુધીમાં કુલ ₹102.08 કરોડનું વેચાણ નોંધાયું છે.આ યોજનાના સફળ અમલીકરણ બાદ ₹15,000થી વધુ માસિક આવક મેળવતા કારીગરોનું પ્રમાણ 9 ટકાથી વધીને 50 ટકા સુધી પહોંચ્યું છે.આ યોજના દ્વારા રાજ્યમાં 50,000થી વધુ નવા રોજગારના અવસરોનું સર્જન થયું છે. ડિજિટલ માર્કેટિંગની તાલીમ મેળવીને કારીગરો હવે વૈશ્વિક સ્તરે પોતાની કળાનું પ્રદર્શન કરી રહ્યા છે. ટેકનોલોજી અપગ્રેડેશન અને ડિઝાઇન ઈનોવેશન પર ભાર મૂકીને ગુજરાત સરકાર સ્થાનિક કલાકારોને ‘લોકલ ટુ ગ્લોબલ’ બનાવવા તરફ અગ્રેસર છે. આ પહેલ માત્ર સાંસ્કૃતિક વારસાને જીવંત રાખતી નથી, પરંતુ કારીગરોને સન્માનજનક અને આત્મનિર્ભર જીવન પણ પ્રદાન કરી રહી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-06-2026 Max Temp : °C Min Temp : °C
apply